વિશ્વનગર આવાસ ક્વાર્ટરમાંથી પિસ્ટલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો
શહેરમાં માયાણીનગર મેઈન રોડ પર વિશ્વનગર આવાસ ક્વોટરમાંથી પોલીસે દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. કુખ્યાત ડ્રગ પેડલરનો પુત્ર મારામારી થયા બાદ તેના વિરૂૂધ્ધ ગુનો નોંધાતા તે આ હથિયાર તેના મિત્રને આપી ગયો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી ડ્રગ પેડલરના પુત્રની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ. દિપક ડાંગર, ઉમેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન માયાણીનગર રોડ પર આવેલા વિશ્વનગર આવાસ ક્વર્વાટરમાં રહેતો વિપુલ પ્રવિણભાઈ બગથરીયા પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દોડી જઈ વિશ્વનગર આવાસ કર્વાટર પાસેથી આરોપી વિપુલ બગથરીયાને ઝડપી લઈ હથિયાર બાબતે પૂછતા તેણે હથિયાર કર્વાટર પાછળની સાઈડ છૂપાવેલું હોવાનું જણાવતા પોલીસે તેને સાથે રાખી કર્વાટરમાં બ્લોક નં. 3ની પાછળથી તાલપત્રી નીચે છૂપાવેલી દેશી બનાવટની પિસ્ટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં આ હથિયાર તેના મિત્ર હિતેશ સુનીલભાઈ ધામેલીયાનું હોવાનું અને હિતેશને ગઈ કાલે રાત્રે રૈયાધાર વિસ્તારમાં મારામારી થઈ હોય જેથી તેના વિરૂૂધ્ધ ફરિયાદ થતા હિતેશ આ હથિયાર ગત રાત્રે સાચવવા આપી ગયો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે બંને શખ્સો વિરૂૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ પેડલર સુધા ધામેલીયાના પુત્ર હિતેશ ધામેલીયાની શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી વિપુલ બગથરીયા વિરૂૂધ્ધ શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં 13 જેટલા ગુના નોંધાયેલા હોવાનું અને અગાઉ બે વખત પાસની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે ફરાર હિતેશ ધામેલીયા વિરૂૂધ્ધ કુવાડવા પોલીસ મથકમાં એનડીપીએસ અને યુનિવર્સિટી પોલીસમાં મારામારી અને ધમકીનો ગુનો નોંધાયેલો છે.