ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પીધેલાઓને છોડાવવા પોલીસ ઉપર કુખ્યાત શખ્સનો હુમલો

04:33 PM May 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પાંચ શખ્સોએ કારને આંતરી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ખૂનની ધમકી આપી: બેની ધરપકડ

Advertisement

શહેરના કાલાવડ રોડ પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે બાઇક સવાર બે શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લઇ બંન્નેને કારમાં બેસાડી તાલુકા પોલીસ મથકે લઇ જતા હતા ત્યારે બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સોએ પીધેલા શખ્સોને છોડાવવા કારને આંતરી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે અન્ય ત્રણ નાશી છુટતા તેમની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કલ્પેશ શેખ, હોમગાર્ડ જવાન ઇરશાદ સમા, વિજય ડાઇમ સહિતનો સ્ટાફ ગત રાત્રે કાલાવડ રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે વાહન ચેકિંગની કામગીરી કરતો હતો ત્યારે રાત્રીના એક વાગ્યાના અરશામાં વાવડી તરફથી એક બાઇક સરપાકાર તરીકે ચલાવી આવતુ હોય જેથી પોલીસે તેને અટકાવતા સ્કૂટર સવાર બંન્ને શખ્સો વાશીત અશરફભાઇ મોરવાડીયા અને કટ્ી કેશુભાઇ બગડા દારૂ પીધેલી હાલતમાં હોવાનુ જાણવા મળતા કોન્સ્ટેબલ મયુરસિંહ બંન્ને શખ્સોને પોતાની કારમાં બેસાડી અને હોમગાર્ડ જવાન આરોપીનું સ્કૂટર લઇ તાલુકા પોલીસ મથકે જતા હતા દરમિયાન થોડે દુર જતા બે બાઇકમાં ધસી આવેલા પાંચ શખ્સોએ કારને આંતરી તમામ શખ્સોએ નીચે ઉતરી કારના આગળના ભાગે મુકા મારી બાદમાં એક શખ્સે કોન્સ્ટેબલ મયુરસિંહ પાસે આવી તેને કારમાંથી નીચે ઉતારી ‘મારા માણસોને કયા લઇ જાય છે, તુ મને ઓળખશ, હું ભરત વારસુર છું હજુ જેલમાંથી છુટયો છો આ લોકોને જવા દે નહીંતર તુ ખોવાઇ જઇશ’ તેમ કહી ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને તેની સાથેના બે શખ્સોએ કારનો દરવાજો ખોલો પીધેલી હાલતમાં પકડાયેલા બંન્ને શખ્સોને છોડાવવાની કોશીશ કરી હતી.

દરમિયાન સાથેના કોન્સ્ટેબલ કલ્પેશભાઇ અને હોમગાર્ડ જવાન ત્યા આવી જતા આ પાંચેય શખ્સો બાઇક લઇ નાશવા લાગયા હતા જેથી પોલીસે તાત્કાલીક આરોપી નીલેશ ચંદુ મકવાણા અને મોહિત જેન્તીભાઇ ડાંગરને ઝડપી લીધા હતા જયારે તેની સાથેના ભરત વારસુર અને અજાણયા બે શખ્સો નાશી છુટયા હતા પોલીસે પકડાયેલા શખ્સોને પોલીસ સ્ટેશને લઇ જઇ પકડાયેલા નીલેશ મકવાણા, મોહિત ડાંગર અને નાશી છુટેલા ભરત વારસુર અને અજાણયા બે શખ્સો સામે હુમલો ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે પીધેલી હાલતમાં પકડાયેલા બાસીત અસરફ મોરવાડીયા અને કટી કેશુભાઇ બગડા વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement