For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર

05:41 PM Jun 13, 2025 IST | Bhumika
જામનગરમાં psi વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર

રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ લેતાં એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો છે, જેને એક દિવસના રિમાન્ડ પર લીધો છે, જ્યારે પીએસઆઇ અને રાઈટર ફરાર થઈ ગયા હોવાથી બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે.

Advertisement

જામનગરમાં ઉદ્યોગ નગર પોલીસ ચોકી હેઠળના વિસ્તારમાં રહેતા એક નાગરીક, કે જેની વિરુદ્ધમાં ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી,જે અરજીના અનુસંધાને ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરી કે જેઓએ પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂૂપિયા 1 લાખની લાંચ ની માંગણી કરી હતી, અને તે રકમ એસ.ઓ.જી. માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ને આપવા માટેનું નક્કી થયું હતું.જે માહિતીના આધારે રાજકોટ એસીબી ની ટુકડીએ પરમદિને રાત્રે લાંચ નું છટકું ગોઠવી એસોજીના પોલીસ કર્મચારી રવિ ગોવિંદભાઈ શર્મા ને રૂૂપિયા એક લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો.

જેની સામે એ.સી.બી.ની કચેરીમાં લાંચ રુશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને તેની ધરપકડ કરી લીધા બાદ ગઈકાલે જામનગર ની અદાલત સમક્ષ રિમાન્ડ ની માંગણી સાથે અદાલત રજૂ કરાયો હતો, જેમાં અદાલતે એક દિવસની પોલીસ રીમાંડ મંજૂર કરી છે. જે રિમાન્ડ દરમિયાન એસીબી ની ટીમ દ્વારા આરોપી પોલીસ કર્મચારીના રહેણાંક મકાન માં ઝડતી કરવામાં આવી હતી. તેમજ બેંક લોકર સહિતના સાહિત્ય અંગેની પણ ચકાસણી કરી હતી. જોકે એસીબી ની ટીમને હજુ સુધી કોઈ વસ્તુ હાથ લાગી નથી. જયારે ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ મોરી કે જેઓ ભાગી છૂટ્યા છે, અને તેઓ બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે. જેઓના રહેણાક મકાને નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement