કારખાનેદાર પાસેથી અઢી લાખની લૂંટ કરનાર નામચીન શખ્સ પકડાયો
આરોપીએ મિલપરામાંથી સ્કૂટર ચોરી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો હતો : અડધા લાખની રોકડ જપ્ત
શહેરની ભક્તિનગર સોસાયટીમાં ધોળા દિવસે એકસેસ પર આવેલા શખસે કારખાનેદારને છરી બતાવી રૂૂા.2.62 લાખની લૂંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતા અને અગાઉ ચોરી, લૂંટ સહિતના 21 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા આરોપી ઇમરાન કાદરીને ઝડપી લઇ લૂંટના આ બનાવવાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂૂપિયા 53 હજાર અને ચોરાઉ એકસેસ કબજે કર્યું હતું.
વધુ વિગતો મુજબ,મવડીના 80 ફૂટ રોડ પર રહેતા હરેશભાઈ ધીરજલાલ રાદડિયા (ઉ.વ.40) માલધારી ફાટક પાસે વરૂૂ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધરતી મેન્યુફેકચરિંગના નામથી ઘરઘંટીનું કારખાનુ ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે તા.18/4 સવારે ઘરેથી રૂૂા. 2 લાખ લઇ કારખાને પહોંચ્યા હતાં. જ્યાંથી ઢેબર રોડ પર પ્લેનરી આર્કેડમાં આવેલ શ્યામ આંગડિયામાંથી રૂૂા. પ0 હજાર લીધા હતા. આ રીતે રૂૂા. અઢી લાખ અટીકા ફાટક પાસે આવેલા શીતલ ઇલેક્ટ્રીક નામની પેઢી ધરાવતા વેપારીને આપવા બાઈક પર રવાના થયા હતા નાગરીક બેંક ચોક પાસેથી એકટીવાનાં ચાલકે બાઇક સાથે અકસ્માત કરી સાઇડમા ઉભા રહેવાનુ કહેતા ઢેબર રોડ પર પહોંચી ગયા હતા અને નુકસાનીનાં પૈસા માગવાનુ કહી છરી બતાવી અઢી લાખની લુંટ કરી હતી.
આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂૂ કરી હતી.ડીસીબીના પીએસઆઇ એસ.વી.ચુડાસમા તથા તેમની ટીમ તપાસમાં હોય દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઈ જળુ, હરસુખભાઈ સભાડ અને કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે લીમડા ચોક પાસે શાસ્ત્રી મેદાનના ગ્રાઉન્ડ પાસેથી રીઢા આરોપી ઇમરાન હાસમીયા કાદરી (ઉ.વ 24 રહે. કર્મચારી સોસાયટી શેરી નંબર ત્રણ, પુનિતનગર પાણીના ટાંકા, પાસે 150 ફૂટ રીંગરોડ) ને ઝડપી લઇ લૂંટના આ બનાવવાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂૂપિયા 53 હજાર અને ચોરાઉ એક્સેસ વાહન કબજે કર્યું હતુ.આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ ડામોર, સી.એચ.જાદવની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.વી.ચુડાસમા, એએસઆઈ અશોક કલાલ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, જનક કુગસિયા સહિતના સાથે રહ્યા હતા.