રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નામચીન શખ્સે ફરી લખણો ઝળકાવ્યા, યુવતીના પરિવારને આપી ધમકી

04:58 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના ગ્રિનલેન્ડ ચોકડી પાસે આવેલી શિવનગર સોસાયટીની યુવતીએ નામચીન શખ્સ મહેશ વકાતરના ભાઇ સાથે થયેલી સગાઇ તોડી નાખતા ઉશ્કેરાયા મહેશ વકાતર અને તેમના પરીવારજનોએ યુવતીના પરિવારને અને મોરબી રોડ પર બ્રહ્માણી પાર્કમાં રહેતા કૌટુંબીક ભાઇના ઘરે જઇ ધાક - ધમકી આપી ઝઘડો કરતા બી ડિવઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે નામચીન શખ્સ અને તેમના ભાઇની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ શિવનગર સોસાયટીમાં રહેતી તુલજાબેન નામની યુવતીએ મોટામવા સ્મશાનની સામે હનુમાનની ડેરી વાળી શેરીમાં રહેતા ઉતમ ગાંડુ વકાતર, મહેશ ગાંડુ વકાતર, શ્રધ્ધાબેન ગાંડુભાઇ વકાતર અને મહેશ વકાતરની પત્ની મનીશાબેન સામે ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે. તુલજાબેને ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે બે બહેન, બે ભાઇ છે. તેમજ પિતાનુ 2023 ની સાલમાં કેન્સરની બિમારીથી મોત નિપજયુ હતુ. દોઢ વર્ષ પહેલા તુલજાબેનની સગાઇ મોટામવામાં રહેતા ઉતમ ગાંડુ વકાતર સાથે થઇ હતી. ત્યારબાદ ઉતમની બહેન હિનાની સગાઇ તુલજાબેનના ફઇના દિકરા સુનીલ સાથે થઇ હતી.

ઉતમ ગાંડુ અને તેમનો ભાઇ મહેશ ઘરે આવી કહેતા હતા કે તારા લગ્ન આ વર્ષમાં કરવાના છે પરંતુ તુલજાબેનના પિતાનુ અવસાન થતા તેમજ તેમની પરિસ્થિતી સારી ન હોવાથી તેઓએ 1 વર્ષ માટે રાહ જોવાનુ કહયુ હતુ. ત્યારબાદ મહેશે ઉશ્કેરાઇને કોર્ટ મેરેજ કરી લેવાની ધમકી આપી હતી અને બાદમાં મહેશ અને ઉતમ અવાર નવાર ઘરે આવી ધાક ધમકીઓ આપી ઝઘડો કરતા હતા અને ફઇના દિકરી હિતેશભાઇ સિંધવે આ બંનેને સમજાવ્યા છતા પણ માનતા ન હતા જેથી 8 મહીનામાં ઉતમ સાથે તુલજાબેને સગાઇ તોડી નાખી હતી. તેમજ હિતેશભાઇના ભાઇ સુનીલભાઇના હિનાબેનની સગાઇ તોડી નાખી હતી અને ત્યારબાદ તુલજાબેનને ચડાવેલા સોના - ચાંદીના દાગીના કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે મનિષાબેન, હિનાબેન અને મહેશ વકાતરની હાજરીમાં આપી દીધા હતા.

ત્યારબાદ સગાઇ તોડયાનુ મહેશ વકાતર અને તેના પરિવારોને લાગી આવતા આ લોકોએ હિતેશના ઘરે જઇ ધમકી આપી હતી અને તુલજાબેનને ધમકી આપી હતી કે તુ ઘરની બહાર નીકળીશ તો તને મારી નાખીશુ, આ મામલે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવતા મહેશ અને ઉતમને સકંજામાં લઇ તેમને કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વકાતરની અગાઉ તાલુકા પોલીસ મથકના ગુનામાં ધરપકડ કરવામાં આવતા તેમણે પોલીસને મહેશ મંઢ વિરૂધ્ધ માર માર્યાના કોર્ટમાં ખોટા આક્ષેપ કર્યા હતા. છેલ્લા અઠવાડીયામાં બબ્બે ગુના આચરનાર મહેશ વકાતર વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની ભોગ બનનારોમાં માંગ ઉઠી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement