For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર ‘ચવન્ની’નું એન્કાઉન્ટર: AK-47 મળી

11:29 AM Jul 02, 2024 IST | Bhumika
ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર ‘ચવન્ની’નું એન્કાઉન્ટર  ak 47 મળી
Advertisement

જૌનપુરના કુખ્યાત ગુનેગાર મોનુ ચવન્ની, 1 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો, યુપી એસટીએફ અને પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ સામ-સામે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પોલીસે તેની પાસેથી એકે-47 અને એક પિસ્તોલ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટર મંગળવારે વહેલી સવારે જૌનપુરના બદલાપુર કોતવાલી વિસ્તારમાં દુગોલી મોર પાસે થયું હતું. એન્કાઉન્ટર દરમિયાન લગભગ 20 મિનિટ સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો.

એન્કાઉન્ટરમાં ગુનેગાર સુમિત સિંહ ઉર્ફે ચવન્ની માર્યો ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ચવન્ની વિરુદ્ધ યુપી અને બિહારમાં 23 થી વધુ કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાનો રહેવાસી સુમિત સિંહ ઉર્ફે મોનુ ઉર્ફે ચવન્ની ઘણા વર્ષોથી જરામની દુનિયામાં હતો. તે યુપી અને બિહારના વિવિધ જિલ્લાઓમાં કોન્ટ્રાક્ટ કિલર તરીકે કામ કરતો હતો. હત્યા અને લૂંટના બે ડઝનથી વધુ કેસ નોંધાયા બાદ તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી.

Advertisement

દરમિયાન તે બદલાપુર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જ્યારે એસટીએફ અને પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં, ચવન્નીને પોલીસે ગોળી મારી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ તેને બદલાપુર સીએસસી લઈ ગઈ જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. સ્થળ પરથી એક SUV, AK-47 અને એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસ અધિક્ષક ડો. અજય પાલ શર્માએ જણાવ્યું કે ચવન્ની પર એક લાખનું ઈનામ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement