ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નામચીન મહિલા પેડલર સહિત ત્રણ પીઆઇટી હેઠળ જેલ હવાલે

05:25 PM Jul 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા એસઓજીની કાર્યવાહી

Advertisement

રાજકોટમાં માદક પદાર્થોનોની હેરાફેરી અટકાવવા એસઓજી દ્વારા પેડલરોને 1988ના પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા સહીત એક સાથે ત્રણ ડ્રગ્સ પેડલરની અટકાયત કર અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના હેઠળ એસઓજીએ સપાટો બોલાવી દીધો છે. મહિલા ડ્રગ્સ પેડલર સહિત ત્રણને આ કાયદા હેઠળ જેલહવાલે કરી દેવામાં આવતાં ડ્રગ્સની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂૂધ્ધ પીઆઇટી એનડીપીએસ કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયા તેમજ સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝના ડીઆઈજી ગાંધીનગર દ્વારા આ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા એસઓજીએ દરખાસ્ત કરી રજૂ કરતાં રાજકોટના ત્રણ ડ્રગ્સ પેડલરને પીઆઇટી એનડીપીએસ હેઠળ હિંમતનગર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જેલમાં મોકલી દેવાયા છે.જેમાં રૈયાધાર 12 માળીયા સ્લમ કવાર્ટર, કવાર્ટર નં 510માં રહેતી નામચીન સુધા સુનીલભાઇ ધામેલીયા (ઉ.વ.40 )ને હિંમતનગર, સાબરકાંઠા જ્યારે નહેરૂૂનગર, શેરી નં 4/5નો ખુણો માલધારી ચોક પાસે રહેતા ચેતન ઉર્ફે મહાદેવ ભરતભાઇ સમેચા (ઉ.વ.21)ને પાલનપુર અને ઓમનગર પાસે 40 ફુટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં 3/6 નો ખૂણે રહેતા અંકુર ઉર્ફે બાડો કીરીટભાઇ સંચાણીયા (ઉ.વ. 27)ને મહેસાણા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ ત્રણેય માદક પદાર્થના ગુન્હામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

એસઓજીના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી.વી.ધ્રાંગુ, એએઅસાઇ વિરેન્દ્રસિંહ ઝાલા, એએઅસાઇ અરૂૂણભાઇ બાંભણીયા, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફીરોઝભાઇ રાઠોડ, મહાવીરસિંહ, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા હાર્દિકસિંહ પરમાર તથા અનોપસિંહ તથા મહીલા કોન્સ. મોનાબેન બુસા તથા પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા, હેડકોન્સ. રાજુભાઇ દહેકવાડ તથા ઇન્દ્રજીતસિંહ સીસોદીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement