ડબલ મર્ડરના કુખ્યાત આરોપીએ પેરોલ મેળવી જેલરને આપી ધમકી
આરોપી સાજીદ કચરાને ભાજપ આગેવાન પિતા-પુત્રની હત્યામાં તાજેતરમાં જ આજીવન કેદની સજા પડી હતી
પેરોલ સમયે જેલ મુલાકાત રૂમ સુધી સાગરીતો સાથે પહોંચી જેલરને ધમકી આપી, તમે બહાર આવો તમને જોઇ લઇશું
શહેરમાં તા.22 ઓગષ્ટ 2015ના રોજ રાત્રીના રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાન ઈલીયાસ ખાન હાસમભાઈ પઢાણ તેના ઘરે હતા તે દરમ્યાન તેના વિસ્તારમાં રહેતો અબ્બાસ અનવર કચરા,સાજીદ હુસેન કચરા સહીતના શખસોએ ઘરમાં ધુસી ગોળી મારી હત્યા કરી હતી.
આ ઘટનામાં સેન્ટ્રલ જેલમા પાકા કામના કેદી સાજીદ હુશેનભાઈ કચરાને નામદાર સેસન્સ કોર્ટ રાજકોટ દ્વારા તા.19/03/2025 ના રોજ આજીવન કેદની સજા ફરમાવતા કેદી જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.કે જેમને નીયમો અનુસાર ફર્લો રજા મળવાપાત્ર હોય જે મામલે પ્રથમ ફર્લો પર દીન-14 માટે જેલ ખાતેથી તા.09/07/2025 ના રોજ ફર્લો રજા પર મુકત કરવામા આવ્યો છે અને સાજીદને તેની આ રજા પુર્ણ થયેથી તા.24/07/2025ના રોજ જેલ ખાતે સજા ભોગવવા માટે હાજર થવાનુ હતું.
કેદી સાજીદ હુશેનભાઈ કચરા તથા તેની સાથેના ચાર અજાણ્યા શખ્સો તા.18/07ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે જેલ પ્રીમાઈસીસમા પ્રવેશ કરી ત્યારબાદ આ સાજીદ કચરા તથા તેની સાથેના ચાર અજાણ્યા વ્યકતીઓ એ એક સંપ કરી જેલના મુલાકાત રૂૂમ ખાતે જેલર અશોકસીંહ રાઠોડ કે જે અંદર ફરજ બજાવતા હોય ત્યારે આ સાજીદને જેલની અંદ2 હાજર થવાની તારીખ કે કોઈ પણ કેદીની મુલાકાત ન હોય તેવુ જાણવા છતા કારણ વગર મુલાકાત રૂૂમની અંદર રાખવામા આવેલા મુલાકાતીઓ માટેના ટેલીફોન ઈન્સ્ટ્રુમેન્ટથી વારંવાર ફોન કરીને વાત કરી અશોકસીંહ રાઠોડને ઈશારા કરી અને કાચમાં તેના હાથ મારીને બહાર બોલાવતો હતો અને અશોકસીહે શુ કામ છે ? એમ પુછતા સાજીદે કહેલ કે હુ જેલમા હોઉં ત્યારે મને કેમ હેરાન કરો છો ? કહી તમે બહાર આવો નહીતર તમને જોઈ લઈસ તેવુ આ સાજીદે ધમકી આપેલ ત્યારે તેની સાથે બીજા ચાર માણસો પણ હતા અને અશોકસીંહને તેઓની કાયદેસરની ફરજ બજાવતા રોકેલ હતા અને જેલની સલામતીને ડહોળવાનો પ્રયાસ કરી ફરજમાં રુકાવટ કરી હતી. આ મામલે ઇન્ચાર્જ જેલર હરપાલસિંહ સોલંકીએ ફરિયાદી બની સાજીદ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂૂ કરી છે.