કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું: વિદ્યાર્થીને માર માર્યાની ચાર સામે ફરિયાદ
જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કુખ્યાત દીવલા ડોને ફરી થી પોતપ્રકાશયું છે, અને પોતાના ત્રણ સાગરીત સાથે મળીને એક વિદ્યાર્થીને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે, ઉપરાંત વિદ્યાર્થીનું ઉપરાણું લઈને ગયેલા તેના પિતાને પણ લમધારી નાખ્યા હતા, અને એક વાહનમાં તોડફોડ કરી નાખી હોવાથી પોલીસ ફરિયાદ થઈ છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી નો વ્યવસાય કરતા અબ્દુલભાઈ આમદભાઈ તુરીયા નામના 35 વર્ષના મુસ્લિમ યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી દઈ ઇજા પહોંચાડવા અંગે તેમજ એક વાહનમાં પથ્થર મારી તોડફોડ કરી નાખવા અંગે જામનગરના કુખ્યાત દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા ડોન તેમજ તેના અન્ય ત્રણ સાગ્રીતો જગદીશસિંહ ઉર્ફે જગો સોઢા, કુલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ તેમજ શબ્બીર હુસેન સંઘાર સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અબ્દુલભાઈ નો પુત્ર કે જે જામનગરની એક ખાનગી સ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરે છે, જેનું રિઝલ્ટ લેવા માટે ગયો હતો, જે દરમિયાન ઉપરોક્ત આરોપીઓ જેને રસ્તામાં મળી ગયા હતા, અને ગાળો બોલવા લાગતાં તમામ આરોપીઓને ગાળો બોલવાની ના પાડવાથી ઉસકેરાયા હતા, અને વિદ્યાર્થીને માર માર્યો હતો.
જેનું ઉપરાણું લઈને ગયેલા તેના પિતાને પણ ચારે શખ્સો ત્યાં પડેલા જી.જે.10.ડી.એલ. 2896 નંબરના સ્કૂટરમાં પણ પથ્થર મારીને 8.000 રૂૂપિયા નું નુકસાન પહોંચાડ્યું હતું.
જે મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જ્યાં સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા દ્વારા તાત્કાલિક અસરથી અબ્દુલભાઈ ની ફરિયાદ ના આધારે દિવલા ડોન સહિત ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ભાગી છુટેલા ચારેય આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે.