મારામારીની ઘટનામાં નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને પાસામાં જેલમાં ધકેલાયો
ગઇ તા. 24 જુલાઇનાં રોજ રાત્રીનાં સમયે 150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સીધ્ધી વિનાયક સોસાયટીમા રહેતા અને મેટોડા જીઆઇડીસીમા પિતાનુ કારખાનુ સંભાળતા સિધ્ધાર્થ મુકેશભાઇ ડાંગર તેમનાં મીત્રો સાથે સીનર્જી હોસ્પીટલ પાસે આવેલી બેઠક નામની ચા ની દુકાને બેઠો હતો. ત્યારે અગાઉ તેમની સોસાયટીમા રહેતો નામચીન હર્ષદ મહાજનનો પુત્ર જેનીસ માંડલીયા ત્યા આવ્યો હતો . અને તેમણે માથાકુટ કરી સિધ્ધાર્થનાં મીત્રને ગાળો આપી હતી . આ ઘટનામા વચ્ચે પડેલા સિધ્ધાર્થને આરોપી જેનીશને છરી જીકી દીધી હતી. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવામા આવી હતી.
ઉપરોકત મારામારીની ઘટનામા સીનર્જી હોસ્પીટલ પાછળ સુંદરમ શીલ્પ એપાર્ટમેન્ટમા રહેતા જેનીશ હર્ષદભાઇ ઉર્ફે મહાજન માંડલીયાની યુનિવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે ધરપકડ કરી હતી ત્યારે આરોપી જેનીશે પોલીસ સમક્ષ બે હાથ જોડીને કહ્યું હતું કે, લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ મારાથી ભૂલ થઈ ગઈ છે. પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને પાસા દરખાસ્ત મોકલતા પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી જેનીશ માંડલીયાને અમદાવાદની સાબરમતી જેલમા ધકેલી દેવામા આવ્યો હતો. આ કામગીરી યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાં પીઆઇ એચ. એન. પટેલ, ઇન્ચાર્જ પીએસઆઇ જે. એન. ખટાણા , એએસઆઇ સીધ્ધરાજસિંહ ચુડાસમા , વિરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારુ, હરેશભાઇ સારદીયા અને પીસીબી શાખાનાં રાજુભાઇ દહેકવાલે કરી હતી.