રેસકોર્સ બગીચામાં રાત્રે જામતી દારૂની મહેફિલો
દારૂની ખાલી બોટલો મળી, રોજેરોજ બોટલો વધી રહી છે, કોર્પોરેશનના સીસીટીવીને અંધાપો
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂૂબંધી અમલમાં છે. ગાંધીના ગુજરાતમાં દારૂૂબંધી એ ફક્ત કાગળ પર છે.
બુટલેગરોના દારૂૂના ટ્રકોનું પાયલોટિંગ રાજકોટ શહેર પોલીસ કરતી હોવાનું ભૂતકાળમાં ખુલ્યું છે બુટલેગરો અને પોલીસો વચ્ચે સાંઠ ગાંઠ હોવાને પગલે શહેરના સીમાડાઓ અને શહેરમાં દારૂૂની રેલમછેલની ઘટનાઓ સતત બનતી રહે છે. દારૂૂડીયાઓ પકડાય છે ત્યારે ક્યારેક પોલીસ કેસ કરે છે બાકી દારૂૂ અંગેના કેસો નોંધતી નથી.
તાજેતરમાં રાજકોટના હાર્દ સમાન અને પોશ વિસ્તાર રેસકોર્સના માધવ સિંધિયા ગ્રાઉન્ડ તરફ જતા બગીચામાં દારૂૂની ખાલી બોટલો ના ઢગલાઓ જોવા મળ્યા હતા.
અહીં સવાલ એ છે કે જો સીસી ફૂટેજ કેમેરા હોય અને ચોકીદારો હોય રાજકોટ મહાનગરપાલિકાના વિજિલન્સ માં સિક્યુરિટી પાછળ કરોડોનું આંધણ થાય છે. પોલીસ તંત્ર ફક્ત અને ફક્ત ટ્રાફિકના કેસો કરવામાં અને સરકારી તિજોરી ભરવા સિવાય કોઈને રસ નથી. બાજુમાં મહિલા ગાર્ડન હોય અને આ જગ્યાએ જો દારૂૂની બોટલો રોજ રોજ એક એક વધી રહી છે આજે ચાર બોટલો છે. રોજ એક બોટલ બગીચામાં વધી રહી છે. આ બગીચામાં રાત્રે મહેફિલો જામતી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર અને રાજકોટ શહેર પોલીસનું તંત્ર ઊંઘમાં છે કે અંધારામાં છે.
ભૂતકાળમાં અને બગીચાઓમાં દારૂૂની મહેફિલો જામતી હોવાની અને દારૂૂના ખાલી બોટલો મળી છે માધાપર એસ.ટી બસ સ્ટેશનની અંદર પણ દારૂૂની ખાલી કોથળીઓ મળી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આમ તો દારૂૂની ખાલી બોટલો કે દારૂૂની ખાલી બેગ કોઈની હદ માં જોવા મળે તો છે તે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતો હોય છે ત્યારે બગીચામાં પડેલી ખાલી બોટલો અંગે પોલીસ આજુબાજુના સીસી ફૂટેજ મેળવી રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર સામે અથવા દારૂૂડિયા અને લુખ્ખાઓ સામે ગુનો નોંધે એવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે.