ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નાઇજીરીયન મહિલાની 5 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ

05:49 PM Jun 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) મુંબઈએ એક નાઈજીરીયન મહિલાની પ્રતિબંધિત પદાર્થ સાથે ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે. તેને ફક્ત કાળાબજાર દ્વારા જ વેચી અથવા ખરીદી શકાય છે. મહિલાની ગઉઙજ એક્ટ, 1985 સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

અગાઉ, DRIએ આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન, 1.4 કરોડ રૂૂપિયાની પીળી ધાતુ જપ્ત કરવામાં આવી હતી અને બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ 15 જૂને જણાવ્યું હતું કે ઉછઈંએ સોનાની દાણચોરી ગેંગના માસ્ટરમાઇન્ડ અને એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.41 કરોડ રૂૂપિયાની કિંમતી ધાતુ જપ્ત કરવામાં આવી છે.

તેમણે માહિતી આપી હતી કે DRIએ શુક્રવારે ન્યૂયોર્કથી મુંબઈ પહોંચેલી એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-116 ના એક પુરુષ ક્રૂ મેમ્બરને અટકાવ્યો હતો. ક્રૂ મેમ્બરની પ્રારંભિક શોધમાં કોઈ રિકવરી મળી ન હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે બેગેજ સર્વિસ એરિયા નજીક કાળા ડક્ટ ટેપમાં લપેટાયેલી વિદેશી મૂળની સોનાની લગડીઓ ભરેલી બેગ છુપાવી હતી. ફ્લાઇટ પછી ક્રૂ મેમ્બરના બ્રેથલાઇઝર ટેસ્ટ દરમિયાન તેણે આ બેગ બેગેજ સર્વિસ એરિયા નજીક છુપાવી હતી.

Tags :
drugsindiaindia newsNigerian woman
Advertisement
Advertisement