For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

12:09 PM Dec 13, 2024 IST | Bhumika
જી જી  હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
Advertisement

અજાણી મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી.

Advertisement

આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃત નવજાત શિશુ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળક ને જન્મ આપી દીધા પછી મૃત અવસ્થા માં ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવી નવજાતિ શિશુની માતાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement