રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરેન્દ્રનગરનાં હરિપરના જંગલમાં નવજાત બાળકી જમીનમાં દાટેલી હાલતમાં મળી: ખળભળાટ

12:17 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં હરિપર નજીક માતાએ માનવતા નેવે મૂકી હોઈ તેવો કિસ્સો સામે આવ્યો છે. નવજાત બાળકીએ જીવતી દાટી માતા બની ફરાર થઇ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર દિવસમાં ત્યજી દીધેલી બાળકીઓ મળવાનો આ બીજો બનાવ છે.હરીપર ગામની સીમમાં માલધારીઓ ઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી.

કોઈ અજાણી મહિલાએ બાળકીને જન્મ આપી અને ત્યજી દીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બાળકીનો કબજો લઈ સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બાળકીના વારસદારો કોણ છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજી જન્મેલી બાળકીઓ મળી આવવાના બનાવો વધતા સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે.મૂળી તાલુકાનાં લીયા ગામે તાજુ જન્મેલું નવજાત બાળકને તેની ક્રૂર જનેતાએ તરછોડી દીધેલી હાલતમાં અવાવરું જગ્યા પરથી મળી આવી હતી. જોકે બાળક તો ભગવાનનું રૂૂપ હોય છે જેથી એક રાહદારી દ્વારા અવાવરૂ જગ્યા પર ત્યજી દીધેલ બાળક પર નજર પડતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા થકી બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. સ્થાનિક પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યજી દીધેલ બાળકીના માતા અને પરિવારજનોની શોધખોળ આદરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જંગલમાં ઝરખ, નારનો ખતરો આ જંગલ વિસ્તારમાં રોઝ, ઝરખ, નાર, શિયાળીયા સહિતના જંગલી પ્રાણીઓની અવરજવર છે. જો પશુપાલકને બાળકીની ખબર ન પડી હોત અને બાળકી રાત્રિના સમયે રહી હોત તો જંગલી પ્રાણી તેનો શિકાર કરી દે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. લોકો પર હુમલાના પણ બનાવો બન્યા છે.

Tags :
gujaratgujarat newsNewborn baby girlSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement