ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં નવો વળાંક, આરોપીના પુત્રની સતામણીનો આરોપ
ગોંડલ ની સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં ત્રણે શખ્સો દ્વારા એક સગીરને ઘોકા વડે ફટકારવાની ઘટનામાં માર મારનાર પૈકી એક આરોપી એ પોતાના બાર વર્ષ નાં પુત્ર ઉપર સગીર અને તેના મિત્ર એ ટોર્ચર કરી વારંવાર જાતીય સતામણી કરતા હોવાની ફરિયાદ બીથડીવીઝન પોલીસ માં કરતા પોલીસે બન્ને સગીર સામે પેકસો સહિત ગુન્હો દાખલ કર્યો છે. સગીર ને માર મારવા અંગે જડપાયેલા મયુરસિંહ દિલીપસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ માં જણાવ્યુ કે મારાં પત્નીએ મને જણાવેલ કે આપણા દિકરા ને કોઈ બે છોકરાઓ હેરાન કરેછે.પાંચ દિવસ થી ઉદાસ રહેછે અને જમતો પણ નથી.તેના ટીચરનો પણ ફોન આવેલ કે કોઇ છોકરાઓ હેરાન કરતા હોય રડે છે.
આથી મે મારા દિકરાને પુછતા તેણે કહેલ કે હું સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં ક્રિકેટ ની પ્રેક્ટીસ પુરી કરી પાંચ વાગ્યે ટ્યુશન માં જતો હતો ત્યારે હાઈસ્કૂલ નાં પગથીયા પાસે દેવ અને તેનાં મિત્ર શુભમે ઉભો રાખી મારો પ્રાઇવેટ પાર્ટ પકડી ખેંચેલ હતો.અને પ્લાસ્ટીક નો પાઇપ જમણા પગનાં સાથળ પર માર્યો હતો.આ વેળા શુભમે મને ધક્કો મારતા હુ પડી જતા ગોઠણ માં વાગ્યુ હતુ.ત્યાંથી હુ સાઇકલ લઇ ભાગી ને ટ્યુશન માં પંહોચ્યો હતો.જ્યા રડતો હોય ટીચરે આપણી ઘરે ફોન કરી જાણ કરી હતી.વધુમાં મારા દિકરાએ કહેલ કે દેવ અને શુભમ મને એક મહીનાથી ક્રિકેટ ની પ્રેક્ટિસ કરવા જાઉ ત્યારે ગ્રાઉન્ડ માં ઉભો રાખી હેરાન કરેછે.મને બાથરૂૂમ માં લઇ જઇ તેનો પ્રાઇવેટ પાર્ટ બતાવી મારો પ્રાઇવેટ પાર્ટ પકડીને ખેંચે છે.હું ના પાડુ તો મને મારી નાખવાની ધમકી આપી અવારનવાર જાતિય સતામણી કરેછે.મારા ઉપરાંત બીજા બે છોકરાઓ ને પણ હેરાન કરેછે. મારા દિકરાની વિગત જાણી મે દેવ નાં પિતા સમીરભાઈ ને આ અંગે ફરિયાદ કરતા તે ઉગ્ર બની ખરાબ વર્તન કરતા જગડો થયો હતો.પોલીસે મયુરસિંહ ઝાલા ની ફરિયાદ લઇ દેવ તથા શુભમ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.