ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધા

05:31 PM Jul 11, 2025 IST | Bhumika
Advertisement

જમાઈને ઉછીના આપેલા નાણા બાબતે માથાકૂટ થતાં ભાણેજે રામ રમાડી દીધા, રૈયાધારના વૃધ્ધની હત્યાનો ભેદ અંતે ઉકેલાયો

Advertisement

શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર શેરી નં.3 મફતિયાપરામાં એકલા રહેતાં અને નાણા ધીરધારનું પણ કામ કરતા મનસુખભાઈ આણંદજીભાઈ ટાંક (ઉ.વ.73) નામના પ્રજાપતિ વૃદ્ધની હત્યાનો ભેદ અંતે યુનિવર્સીટી પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલા તેના ભાણેજની ધરપકડ કરી છે. મૃતક મનસુખભાઈએ તેના જમાઈને ઉછીના આપેલા 4 લાખ બાબતે માથાકૂટ થતા ભાણેજે તેના નાનાના રામરમાડી દઈ લાશને પેટ્રોલ છાંટી સળગાવી નાખ્યાની કબુલાત આપી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈ નાણા ધીરધારનું પણ કામ કરતા હતા અને તેમના પત્ની ચતુરાબેન પાંચેક વર્ષ પહેલાં બિમારી સબબ મૃત્યુ પામ્યા હતા. જયારે પુત્ર સંજયે રપ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ પુત્રીના લગ્ન થઈ ગયા છે. હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા. બનાવની રાત્રે 10:30 વાગ્યે તેમના મકાનમાંથી ધુમાડા નિકળતા જોઈ પાડોશીઓએ નજીકમાં રહેતાં તેમના સંબંધીઓને જાણ કરી હતી. જેથી તમામ દોડી આવ્યા હતા.આવીને જોયું તો મનસુખભાઈ ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડયા હતા.આ અંગે 108ને જાણ કરતા 108ના સ્ટાફે આવી તપાસ કરી મનસુખભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઈ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મનસુખભાઈને માથામાં ઈજાના નિશાન હતા. હાથ અને છાતીના ભાગે દાઝી ગયેલા હતા. પ્રથમ આ બનાવ આકસ્મિક હોવાની શંકાએ યુનિવર્સીટી પોલીસે તપાસ કરી હતી બાદમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું.

મનસુખભાઈને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવા તેમની લાશ સળગાવી નાખી હતી. પોલીસે આ મામલે રણુંજા મંદિર પાછળ કૈલાશ પાર્ક-3માં રહેતા મૃતકના જમાઈ દયાળજીભાઈ બેચરભાઈ વાઘેલા (ઉ.વ.પ6) ની ફરિયાદ પરથી હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મનસુખભાઈ હત્યામાં તેમના નીકટના પરિવારના સભ્યની સંડોવાયેલ હોવાની શંકાએ પોલીસે મૃતકના જમાઈ અને ભાણેજની પુછપરછ શરુ કરી છે. ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા નથી. ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી પોલીસે આ હત્યાના શકદાર મૃતક મનસુખભાઈના ભાણેજ હર્ષની પુછપરછ શરુ કરતા અંગે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

હર્ષની પુછપરછમાં જાણવા મળ્યું કે તેના પિતાએ નાના મનસુખભાઈ પાસેથી 4 લાખ રૂૂપિયા ઉછીના લીધા હતા જે પરત આપવામાં મોડું થતા મનસુખભાઈ સાથે અવારનવાર ઝગડો થતો હતો જેનો ખાર રાખી હર્ષે પૂર્વ આયોજિત કાવત્રું રચી નાના મનસુખભાઈની હત્યા કરવા નજીક આવેલ એક પેટ્રોલપંપ માંથી બોટલમાં પેટ્રોલ ખરીદી અને બનાવના રાતે નાના મનસુખભાઈના ઘરે જઈ તેમની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશ સળગાવી નાખી હતી.

Tags :
crimegujaratgujarat newsmurderrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement