આંબેડકરનગરમાં યુવાન ઉપર પાડોશી શખ્સે ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કર્યા
શહેરમાં આજી વસાહત 80 ફુટ રોડ પર આંબેકડરનગરમાં રહેતાં યુવાનના ઘરે આવેલો ભાણેજ બાઇક લઇને કામે જવા નીકળ્યો ત્યારે શેરીમાં વચ્ચોવચ્ચ ખુરશી રાખીને બેઠેલા શખ્સે બાઇકને પાટુ મારી યુવાનના ભાણેજને બાઇક સહિત પછાડી દઇ ધમાલ મચાવતાં ભાણેજને છોડાવવા યુવાન વચ્ચે પડતાં તેને ગાળો દઇ ઘરમાં દોડી જઇ ત્યાંથી ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કરતાં યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો.
આજી વસાહત 80 ફુટ રોડ આંબેડકરનગર-11માં રહેતાં હિતેષ ખોડાભાઇ સોલંકી (ઉ.વ.36)ને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસડાતાં દાખલ કરાયો હતો. મારામારીમાં ઇજા થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં હિતેષની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેના પાડોશી મોહિત ઉર્ફ બની સુરેશભાઇ પરમાર વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. હિતેષ સોલંકી પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરી ગુરજાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે શુક્રવારે 12મીએ હું, મારા પત્નિ પૂજા, માતા બાલુબેન અમારા ઘરે હતાં ત્યારે ભાણેજ અભય મનોજભાઇ પણ આવ્યો હતો. આ પછી ભાણેજ અમારા ઘરેથી તેના કામે જવા નીકળ્યો ત્યારે શેરીમાં જ રહેતો મોહિત ઉર્ફ બની શેરીમાં વચ્ચોવચ્ચ ખુરશી રાખીને બેઠો હોઇ મારા ભાણેજ અભયે તેનું બાઇક સાઇડમાંથી કાઢતાં મોહિત ઉર્ફ બનીએ તને ગાળો દઇ બાકઇમાં પાટુ મારી દેતાં મારો ભાણેજ બાઇક સહિત પડી ગયો હતો.
દેકારો થતાં હું દોડીને ત્યાં જતાં વચ્ચે પડતાં મોહિતે મારી સાથે ઝપાઝપી કરીગાળો દીધી હતી. આ વખતે મારા પત્નિ પૂજા, માતા બાલબેન, બહેન ગૌરીબેન સોલંકી સહિતના આવી ગયા હતાં.
આથી મોહિત તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી ફુલછોડનું કુંડુ અને ઇંટોના ઘા કરતાં મને કુંડુ માથામાં લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં. તેમજ જમણા બાવડામાં પણ ઇજા પહોંચી હતી. કોઇએ 108 બોલાવતાં મને હોસ્પિટલે ખસેડાયો હતો. મારા ભાણેજ અભયને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને મને દાખલ કરાયો હતો. તેમ વધુમાં હિતેષ સોલંકીએ જણાવતાં એએસઆઇ જે. ડી. શિયારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.