વાંકાનેરમાં દેકારો કરવા મુદ્દે યુવાન ઉપર પાડોશી શખ્સોનો હુમલો
11:52 AM Apr 19, 2025 IST
|
Bhumika
Advertisement
ટંકારાના ઓટારા ગામે 12 વર્ષની બાળકી ઝાડ ઉપર ચડતાં વીજશોક લાગ્યો
Advertisement
વાંકાનેરમા આવેલા આંબેડકરનગરમા રહેતા યુવક સાથે દેકારો કરવા મુદે પાડોશમા રહેતા મહીલા સહીતનાં બે શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો .
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમા આવેલા આંબેડકરનગરમા રહેતા તુષારભાઇ જગદીશભાઇ વાઘેલા (ઉ.વ. રર) સાથે પાડોશમા રહેતા જીતુ કોળી અને આશાબેન કોળી દેકારો કરવા મુદે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. બીજા બનાવમા ટંકારાનાં ઓટારા ગામે રહેતી પાયલબેન નામની 1ર વર્ષની તરુણી ઝાડ ઉપર ચડતા તેણીને વીજ શોક લાગ્યો હતો. બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement