રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નામચીન રમેશ રાણાની પત્ની પર પાડોશી શખ્સોનો હુમલો : ગુનો નોંધાયો

04:19 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

કાલાવડ રોડ પર જકાતનાકા સામે આંબેડકરનગરમાં દિવાળીના તહેવારમાં થયેલી માથાકૂટમાં નામચીન રમેશ રાણા મકવાણાની પત્ની હેતલબેન (ઉ.વ.43)એ તેના જ વિસ્તારમાં રહેતા પાડોશી પરિવાર સામે હુમલો કરી ઈજા કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હેતલબેનની ફરિયાદ પરથી વસંત માવજી ભોજાણી, તેના ભાઈ પંકજ, પંકજના પુત્ર પાર્થ, વસંતના પત્ની અમૃતાબેન, પંકજના પત્ની પૂનમબેન અને પુત્રી બંસી સામે ગુનો દાખલ કર્યો હતો.હેતલબેનના જણાવ્યા મુજબ,દિવાળીના તહેવારમાં ગઇ તા.13/11ના તે ડ્રાઈવર સંજયભાઈ અને તેની પત્ની વર્ષાબેન તેનું બીજું ઘર કે જે આરોપીના ઘર પાસે આવેલ હોય ત્યાં ફર્નિચરનું કામ ચાલુ હોવાથી કાંઇ સળગ્યું નથી તે જોવા ગયા હતા.તે દરમિયાન વસંત ભોજાણી સાથે ચાલતા જૂના ઝગડાના મુદ્દે વસંતના ભાભી પૂનમબેન તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતાં.
તે ઘરે જઈ રહ્યા હતા ત્યારે વસંત ઉપરાંત અન્ય આરોપીઓ તેના ઘર પાસે આવી ગાળો આપી હતી.એટલું જ નહીં વસંત અને પાર્થ તેને તારો છોકરો અને તારો ઘરવાળો ક્યાં છે.એને બોલાવી લે કહી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.આ સમયે હેતલબેનનો પુત્ર યશ,યશનો મિત્ર રવિ ત્યાં આવી જતાં છોડાવવા વચ્ચે પડ્યા હતાં.આથી યશને પણ આરોપી પાર્થે ધોકાનો ઘા ઝીંકી દીધો હતો.જ્યારે વસંત સહિતના આરોપીઓએ પણ યશને માર માર્યો હતો.સોસાયટીમાં રહેતા લોકો આવી જતાં બધાને છૂટા પાડવા પ્રયત્નો શરૂૂ કરતા આરોપીઓએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો. આ સમયે જતા-જતાં આરોપી પૂનમે તને અને તારા પતિને મારી નાખવા છે કહી ધમકી આપી આ હુમલામાં તેને અને તેના પુત્ર યશને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

Advertisement

Tags :
crimeNeighbors attack wife of notorious RameshrajkotRanaregistered
Advertisement
Next Article
Advertisement