મહાત્મા ગાંધી પ્લોટમાં મનપાના પ્યુને ગાળો બોલવાની ના પાડતા પાડોશીની ધમકી
કેસરી હિંદ પૂલ પાસે પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં 04માં રહેતા સુધાબહેન વા/ઓ ગાગજીભાઈ મકવાણા(ઉ.વ-59)તેમના ઘરે કપડાં ધોતા હતા ત્યારે ત્યાં નજીકમાં રહેતા વિજયભાઈ રાઠોડ અન્ય સાથે ગાળો બોલી ઝઘડો કરતા હોય તેમને ગાળો બોલવાની ના પાડતા વિજયભાઈએ ઘર પર પથ્થરનો ઘા કરી ધમકી આપી હતી.આ મામલે તેઓએ ફરિયાદ નોંધાવી હતી.
સુધાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મહાનગરપાલિકામાં પ્યુન તરીકે નોકરી કરી મારુ ગુજરાન ચલાવુ છુ.ગઈ તા.03/08ના સવારના હુ મારા ઘરની બહાર કપડા ધોઈ રહી હતી ત્યારે આ કામના સામાવાળા અમારા પાડોશમા રહેતા વિજયભાઈ રાઠોડ બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બોલાચાલી કરતા હોઈ તેમજ ગાળો અને ભુંડૂ બોલતા હોઈ તેથી મે આ વિજયભાઈને આવુ ભુંડૂ બોલવાની ના પાડતા તેઓ મારી સાથે પણ જેમ ફાવે એમ બોલવા લાગેલ અને ત્યાથી જતા રહ્યા હતા.ત્યારબાદ થોડા જ સમય 5છી ફરીથી આ વિજયભાઈ આવી અને ઝગડો કરવા લાગેલ અને થોડે દૂર જઈ મારા ઘર પર પથ્થરના ઘા કરેલ અને માર મારવાની ધમકી આપી હતી.આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.