રાજકોટની યુવતી પર દુષ્કર્મ ગુજારી પડોશીએ 1.20 લાખની ખંડણી માગી, ફોટા વાયરલ કરી દીધા
રાજકોટના કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પાસે રહેતો અને મજુરી કામ કરતા શખસે તેના જ વિસ્તારમાં મામાના ઘરે આવેલી યુવતિને પ્રેમજાળમાં ફસાવી રાત્રીના તેના ઘરમાં ઘુસી છરી બતાવી દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી યુવતિના મંગેતરને ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિવારજનો પાસે રૂૂ.1.20 લાખની ખંડણી માંગી યુવતિના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કરી યુવતિને તેમજ તેના પરિવારને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા યુનિ.પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 19 વર્ષીય યુવતિએ યુનિ.પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પરના લક્ષ્મીના ઢોળા પાસે રહેતા સુરેશ વિનુ સોલંકીનું નામ આપી જણાવ્યું હતું કે ચાર માસ પહેલા યુવતિ તેના મામાના ઘરે કામ કરવા આવી હતી તે દરમ્યાન લક્ષ્મીના ઢોળા પાસે રહેતા દિનેશ માલકીયા નામનો યુવક તેની પાછળ આવી ઈશારા કરતો તેમજ રાત્રીના તેના ઘર પાસે કચરો નાખવા નીકળેલ યુવતિને પકડી તેની સાથે વાત કરવા માટે મોબાઈલ આપ્યો હતો.
પરંતુ તેની ના પાડતા તેના નાનાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતિએ ડરના કારણે ફોન રાખ્યો હતો જેમાં તેણે એક-બે વાર વાત કરી હતી દરમ્યાન રાત્રીના તેના મામાના ઘરે બહાર સુતી હતી ત્યારે મોડી રાત્રીના સુરેશ સોલંકી છરી સાથે ઘસી આવી અને અવાજ કરતી નહી બાકી પતાવી દઈશ તેવી ધમકી આપી મરજી વિરૂૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને તેની સાથેના ફોટા પાડી લઈ અને કહ્યું હતું કે હવે તારે મારી સાથે શરીર સંબંધ બાંધવાનું રહેશે બાકી તારા આ ફોટા મંગેતરને મોકલી જીંદગી બગાડી નાખીશ કહી નાશી છુટયો હતો ત્યારબાદ યુવતિ મંજુરી કામે ગઈ હતી ત્યારે સુરેશ સોલંકીએ ત્યાં જઈને દુષ્કર્મ આચર્યુ હતું.
બાદ અવાર નવાર વિવિધ જગ્યાએ લઈ જઈ ધમકી આપી કૃત્ય આચરતો હોય જેથી મે તેને સંબંધો બાંધવાની ના પાડતા તેણે તારા પરિવારને ફોટો-વિડીયો બતાવીશ અને વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કરીશ તેવી ધમકી આપતા યુવતિએ તેના પરિવારજનોને વાત કરી હતી.
જેથી પરિવારજનોએ તેના ઘરે મોકલી આપતા ઉશ્કેરાઈએ સુરેશ સોલંકીએ યુવતિના નાનાને ફોન કરી રૂૂ.1.20 લાખની ખંડણી માંગી હતી નહીતર યુવતિના ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટો વાયરલ કર્યા હતા જેથી કંટાળી જઈ પરિવારે ફરિયાદ કરી હતી બનાવના પગલે પીએસઆઈ સી.પી.રાઠોડ સહિતના સ્ટાફે આરોપી સુરેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.