ધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મ
ધોરાજીનાં એક વિસ્તારમાં દાદા દાદીના ઘરે એકલી રહેતી સગીરાને તેના જ પાડોશમાં રહેતા શખ્સે હવશનો શિકાર બનાવી સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજારતા આ મામલે મુસ્લીમ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ધોરાજીનાં એક વિસ્તારમાં રહેતા 35 વર્ષિય મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં ધોરાજીનાં ફુલવાડી વિસ્તારમાં રહેતા નવાઝ હનીફ પટણી નું નામ આપ્યું છે.
મહિલા ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની સગીર વયની પુત્રી તથા તેના દાદા દાદી સાથે ઘરે એકલી હોય ત્યારે નવાઝે એકલતાનો લાભ લઈ સગીરા સાથે અડપલા કર્યા હતાં. સગીરાએ પ્રતિકાર કરતાં તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નવાઝ પટણીએ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતું.દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આ અંગે તેની માતાને વાત કરતાં ભોગ બનનાર સગીરા સાથે થયેલ કૃત્ય અંગે તેની માતાએ ધોરાજી પોલીસમાં નવાઝ હનીફ પટણી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો તેમજ ભારતીય ન્યાય સરીતાની કલમ મુજબ નવાઝ પટણી સામે ગુનો નોંધ્યો છે. તેમજ ભોગ બનનાર સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. આ અંગે ધોરાજી પોલીસ મથકના પીઆઈ આર.જે.ગોધમ અને તેમની ટીમે દુષ્કર્મ ગુજારનાર ધોરાજીનાં નવાઝ પટણીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી તેને સકંજામાં લીધો છે.