ન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર પાસે કચરો નાખવા મામલે માતા-પુત્ર પર પાડોશીનો હુમલો
બે વખત સમાધાન થયું છતાં પાડોશી દંપતીએ ધોકા વડે માર માર્યો
રાજકોટ શહેરમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલી ન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર નજીક કચરો નાખવા બાબતે મહીલા પર પાડોશી દંપતી એ હુમલો કરતા મહીલા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા વંદનાબેન ધર્મેન્દ્રભાઇ ચાવડા નામના પ્રજાપતિ મહીલાએ પાડોશમાં રહેતા રિધ્ધીબેન, તેમના પતિ અજયભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. વંદનાબેને ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે ઇમીટેશનનુ કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરના સમયે પોતાના ફળીયામાં હતા ત્યારે પાડોશમાં રહેતા રિધ્ધીબેન અજયભાઇ બાંભરોટીયા સામે જોઇને કટાક્ષથી હસ્તા હતા. ત્યારે તેમની સાથે બોલાચાલી થઇ હતી અને તેઓ ગાળો બોલવા લાગતા તમારી વચ્ચે સમાધાન થયુ હતુ.
ત્યારબાદ બપોરના અઢી વાગ્યે વંદનાબેન પાડોશી સાથે વાતચીત કરતા હતા ત્યારે રિધ્ધીબેને ફરી બોલાચાલી કરી હતી અને તેઓએ ધોકો લઇ મારવા દોડતા પુત્ર આર્યને બચાવી લીધા હતા અને ત્યારબાદ થોડીવારમાં રિધ્ધીબેનના બંને ભાઇ ત્યા આવી જતા તેમને સમજાવતા સમાધાન થઇ ગયુ હતુ.ત્યારબાદ સાંજના સમયે ચારેક વાગ્યે વંદનાબેન પોતાના ઘરે બેઠા હતા ત્યારે રિધધીબેનના પતિ ત્યા આવી કહેવા લાગ્યા કે હું ઘરે ન હતો ત્યારે મારા પત્ની સાથે બોલાચાલી કેમ કરી અને બાદમાં ઝઘડો કરી અજયભાઇએ ઝપાઝપી કરી ધોકા વડે માર માર્યો હતો. તેમજ વચ્ચે પડેલા વંદનાબેનના પુત્રને પણ માર માર્યો હતો. તેમજ જતા જતા અજયભાઇએ ધમકી આપી કે મારી પત્ની સાથે ઝઘડો કરીશ તો સારાવટ નહી રહે. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ કુલદિપસિંહ જાડેજા સહીતના સ્ટાફે તપાસ શરૂ કરી છે.