તળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામના વતની અને સુરતમાં રહેતા યુવાનના માસીએ ઉછીના લીધેલા રૂૂપિયા પરત ન આપતા શખ્સે યુવાનની પત્ની તેમજ સંબંધીઓના બીભત્સ ફોટા અને વીડિયો બનાવી વોટ્સએપ તેમજ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં મોકલી તેમજ ગાળો આપતી ઓડિયો ક્લિપ મોકલતા યુવાને તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર તળાજા પંથકના એક ગામના મૂળ વતની અને સુરતમાં રહેતા યુવાનના માસીએ શૈલેષભાઈ નામના વ્યક્તિ પાસેથી રૂૂ.2500/- ઉછીના લીધા હતા.આ રકમ તેમણે પરત ન કરતા શૈલેષે યુવાનને ફોન કરી વાત કરી હતી,યુવાને તેમના માસી સાથે વાત કરવાનું જણાવ્યું હતું.આ વાત થયા બાદ શૈલેષે બે છોકરીઓના ફોટા મોકલી તારા માસી મારી બહેનોના ખરાબ ફોટા મોકલે છેથ તેવો ઓડિયો મેસેજ મોકલ્યો હતો.આ ઉપરાત શખ્સે યુવાનના પત્ની અને તેમના સંબંધીઓના ખરાબ લખાણ લખેલા ફોટા તેમજ બીભત્સ ફોટાઓ યુવાનના વોટ્સએપ તેમજ યુવાનના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં મોકલ્યા હતા અને ગાળો આપતા ઓડિયો મેસેજ કર્યા હતા. આ અંગે યુવાને તળાજા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.