ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધી

11:37 AM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

આટકોટના કાનપર ગામે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેનાર આરોપીએ રિક્ધસ્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં ઉંધે કાંધ પટકાયો

Advertisement

પોલીસ કર્મચારી ઉપર ધારિયાથી હુમલો કરતાં પોલીસે વળતો ગોળીબાર કર્યો, ચલે જાવ વરના માર દૂંગાની બૂમો પાડતો આરોપી જીવ બચાવવા કાકલૂદી કરવા લાગ્યો

રાજકોટ જિલ્લાના આટકોટ પાસે આવેલા કાનપર ગામની સીમમાં બે દિવસ પહેલા છ વર્ષની માસુમ બાળકીના ગુપ્તાંગમાં સળીયો ભોંકી દેવાની હિચકારી ઘટનાના આરોપી રામસિંગ તેરસિંહ ડડવેજરને ગઈકાલે મોડી સાંજે ઘટના સ્થળે રિક્ધસ્ટ્રકશન માટે ઘટના સ્થળે લઈ જવાતાં પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બન્ને પગમાં ગોળી ધરબી દઈ ઝડપી લીધો હતો અને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

મોડીરાત સુધી આ મામલે પોલીસ કામગીરીનો ધમધમાટ ચાલ્યો હતો. આરોપી રામસિંગને આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયેલ છે. મોડીરાત્રે આરોપી સામે પોલીસ જવાનની હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોના કહેવા મુજબ આરોપી રામસિંગને કાનપર ગામની સીમમાં ઘટના સ્થળે રિક્ધસ્ટ્રકશન માટે લઈ જવામાં આવેલ તે દરમિયાન તે જે ખેતરમાં કામ કરતો હતો ત્યાંથી ધારીયુ કાઢી અચાનક જ એલસીબીના પોલીસ કર્મચારી ધર્મેશ બાવળીયા ઉપર હુમલો કરી દેતાં પીએસઆઈ ગોહિલ અને પીએસઆઈ ચાવડાએ ઝનુની બનેલા રામસિંગના બન્ને પગમાં ગોળી મારી દેતાં તે સ્થળ પર જ ઢળી પડયો હતો અને જીવ બચાવવા માટે પોલીસ સમક્ષ બે હાથ જોડી કાકલુદી કરવા લાગ્યો હતો. પાછળથી પોલીસે આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને દબોચી લીધો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે.

રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને જરૂૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી હતી. પૂછપરછમાં રામસિંગે જણાવ્યું હતું કે, તેણે ગુનો આચરતી વખતે જે લોખંડનો સળીયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને આરોપી રામસિંગને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ખેતરમાં આરોપી ભાગીયા તરીકે ખેતી કામ કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન રામસિંગે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળીયાને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. રામસિંગ અંધારાનો લાભ લઈને ફારર ન થાય તે માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું.

પોલીસની 10 ટીમો કામે લાગી હતી, બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યો
રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટનામાં પીડિતા મૂળ દાહોદના રહેવાસી છે અને ભાગીયા તરીકે ખેતરમાં કામ કરે છે. કાનપુર ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીને 10 ટીમ બનાવી હતી અને 10 કિલો મીટરના સીસીટીવીનું એનાલિસિસ કર્યું હતું. જેમાંથી 10 શકમંદ બચ્યા હતા. ત્યાર બાદ ચાઇલ્ડ કાઉન્સેલેર, મહિલા પોલીસ તથા ડોક્ટરની હાજરીમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.

 

નરાધમ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો
6 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યા બાદ સફળ ન થતા આરોપી રામસિંગે હેવાનીયત આચરી અને બાળકીનાં ગુપ્તાંગમા સળીયો ઘુસાડી દઇ લોહી લુહાણ કરી નાખી હતી . આ ઘટનામા રામસિંગની ધરપકડ કર્યા બાદ ગઇકાલે બનાવનુ પંચનામુ કરવા માટે રામસિંગને પોલીસ કાફલા સાથે રાત્રીનાં સમયે બનાવ સ્થળે લઇ જવામા આવ્યો હતો આ સમયે પંચનામાની કામગીરી ચાલુ હતી. તે દરમ્યાન પોલીસ કસ્ટડીમાથી ભાગી જવાના ઇરાદે રામસિંગે ત્યા પડેલુ ધારીયુ ઉપાડી પોલીસમેન ધર્મેશભાઇ બાવળીયાને બાવડાનાં ભાગે અને છાતીનાં ભાગે ઝીકી દીધુ હતુ . આ દરમ્યાન આરોપીએ ચલે જાવ માર દુંગા તેમ જોર જોરથી રાડો પાડતો હતો . આ દરમ્યાન પોલીસે સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ.

મને માફ કરો, મારાથી ભૂલ થઇ ગઇ છે, હવે હું ગુજરાતમાં પગ નહીં મુકુ: આરોપી
આટકોટમા છ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારનાર રામસિંગની પોલીસે ગણતરીની કલાકોમા જ ધરપકડ કરી લીધી હતી . આ ઘટનામા પોલીસે 10 જેટલી ટીમો બનાવી હતી. તેમજ ગઇકાલે આરોપીને કોર્ટમા રજુ કર્યા બાદ તેનાં રીમાન્ડ મેળવી અને તેને ઘટના સ્થળે લઇ જઇ પંચનામાની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન આરોપીએ પોલીસ કસ્ટડીમાથી ભાગી જવાનો પ્રયાસ કરી પોલીસમેન પર હુમલો કર્યો હતો . આ ઘટનામા પોલીસે સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરીંગ કરતા આરોપી રામસિંગને બંને પગે ગોળી વાગતા તેને હોસ્પીટલમા ખસેડાયો હતો . આ દરમ્યાન આરોપીએ બે હાથ જોડી પોલીસને કહયુ હતુ કે મારાથી મોટી ભુલ થઇ ગઇ છે મને માફ કરી દો. હવે પછી હુ ગુજરાતમા પગ નહીં મુકુ.

Tags :
AtkotAtkot NEWSgujaratgujarat newsrajkotrajkot newsrajkot policerape case
Advertisement
Next Article
Advertisement