રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાત
રીબડા ખાતે વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા ભારે ખળભળાટ
શનિવારે જ સગીર મોડેલ ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી
રાજકોટમાં ગત શનિવારે ધારી પંથકની સગીર મોડેલ ઉપર દુષ્કર્મની ફરિયાદના આરોપી પટેલ યુવાનની રીબડા ખાતેની વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું અનુમાન છે જો કે, આપઘાત કર્યો હોય તો તેની પાછળના કારણ અંગે ભારે ચર્ચા જગાવી છે દુષ્કર્મની શંકાસ્પદ ફરિયાદના કારણે જ આપઘાત કર્યો છ ે. કે અન્ય કોઈ કારણોસર જીવન ટુંકાવ્યુ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવાને કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે કોઈ વીડિયો બનાવ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મની ફરિયાદના આરોપીએ કરેલા આપઘાતથી ખભળાટ મચી ગયો છે. રાજકોટની એક હોટલમાં બહેનપણીઓ સાથે રહેતી સગીર વયની મોડેલના પરિવારજનો સુરત રહેતા હોય તે 10 દિવસ પૂર્વે રિબડાના અમિત દામજીભાઈ ખુંટ નામના યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ શનિવારે આ મોડેલને યાજ્ઞિક રોડ ઉપર જ્યુસની દુકાને જ્યુસમાં કેફી પદાર્થ ભેળવી પીવડાવી દઈ તેની સાથે કારમાં દુષ્કર્મ આચર્યુ હોય અને ત્યાર બાદ અમિતે આ મોડેલને ગોંડલ ચોકડી પાસે રેઢી મુકી દીધી હતી.
દુષ્કર્મનો ભોગ બનેલી આ મોડેલ અવાવરુ સ્થળેથી મળી આવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ મામલે અમિત ખુંટ સામે પોલીસે ભારતીય ન્યાય સહિતાની કલમ 137 (2), 64 (1) અને પોક્સો એક્ટની કલમ 4,8 મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં અમિત ખુટની પોલીસ ધરપકડ કરે તે પૂર્વે જ તેણે રિબડા ગામે આવેલી પોતાની વાડીમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. આ આપઘાત પાછળનું કારણ તેની સામે નોંધાયેલો દુષ્કર્મનો મામલો હોવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે. જો કે, અમિતે આપઘાત પુર્વે કોઈસ્યુસાઈટ નોટ લખી છે કે, કોઈ વીડિયો બનાવ્યો છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
મોડલ ઉપર દુષ્કર્મ કેસ મામલે ચર્ચામાં આવેલા અમિત ખુટ અગાઉ પણ ગોંડલ અને રિબડા જુથ વચ્ચે થયેલી બબાલમાં વિધાનસભાની ચ ૂચૂંટણી વખતે ચર્ચામાં આવ્યો હતો. રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ તેના લમણે રિવોલવર રાખીને ધમકી આપ્યાની અમિત ખુંટે જે તે વખતે ફરિયાદ કરી હતી. રિબડામાં જયરાજસિંહ જાડેજાએ યોજેલા સંમેલન બાબતે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ અમિત ખુટને ધમકી આપ્યાની ફરિયાદમાં અમિત ચર્ચામાં આવ્યો હતો. ત્યાર બાદ બે દિવસ પૂર્વે શનિવારે મોડેલ ઉપર દુષ્કર્મ મામલે અમિત ફરી વિવાદમાં આવ્યો હોય જેને લઈને પોલીસે આ આપઘાત બનાવ અંગેની જીણવટભરી તપાસ શરૂ કરી છે.
ગોંડલ પંથકના બે જૂથોની લડાઇમાં જીવ ગુમાવ્યો??
રાજકોટમાં સગીર મોડેલ ઉપર દુષ્કર્મ ગુજારવા અંગે ગત શનિવારે રીબડાના અમિત ખૂંટ નામના યુવક સામે ફરિયા નોંધાયા બાદ ગતરાત્રે અમિત ખૂંટની તેની જ વાડીમાંથી લટકતો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ભેદી આપઘાતની ઘટનાથી તરેહ તરેહની ચર્ચા જાગી છે. મૃતક અમિત ખૂંટે ભૂતકાળમાં રીબડાવાળા અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર હોવાનુ મનાય છે. ગત શનિવારે અમિત ખૂંટ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ પાછળ જૂથોની લડાઇમાં આ યુવાનનો ભોગ લેવાયાની ચર્ચા છે. ત્યારે તપાસમાં વધુ એક વખત પોલીસની કસોટી થવાની શક્યતા છે.