કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીર
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી. આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે જયજીતની સ્થિતિ નાજુક છે.
આ ઘટના નિત્યાનંદ રાયના બનેવી નવગછિયાના જગતપુર રહેવાસી ગુલ્લો યાદવના ઘરે ગુરુવારે સવારે થઈ. મળતી જાણકારી અનુસાર બંનેએ સામાન્ય વિવાદમાં એકબીજા પર ગોળી ચલાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સવારે સાડા છ વાગે જયજીતને પાણી આપનાર નોકરે પાણી વાળા વાસણમાં હથેળી ડુબોડીને પાણી આપ્યુ હતુ, જેને લઈને વિકલ સાથે બોલાચાલી થવા લાગી.
પહેલેથી પણ બંને ભાઈઓનું બનતું નહોતું. પાણીના સામાન્ય વિવાદમાં વિકલ ઘરની અંદરથી પિસ્તોલ કાઢીને લાવ્યો અને જયદીપના મોઢાને નિશાન બનાવીને ફાયર કરી દીધું. ગોળી જડબાને નુકસાન પહોંચીને નીકળી ગઈ. જયજીત પહેલા તો જમીન પર પડી ગયો પરંતુ થોડી મિનિટમાં તાકાત લગાવીને ઉઠ્યો અને વિકલથી અથડામણ કરીને તેના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી. તે બાદ તેને નજીકથી ગોળી મારી દીધી.