માયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી
રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માયાણી નગર મેઇન રોડ પર ખીજડા વાળા રોડ નજીક ખુલ્લા પ્લોટમાથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા માલવીયા નગર પોલીસ, એલસીબી ઝોન ર ની ટીમ, ડીસીપી તેમજ એસીપી સહીતનાં અધીકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો . મૃતક મુળ યુપીનો અને હાલ 6 વર્ષથી રાજકોટ રહી અલગ અલગ કારખાનામા મજુરી કામ કરતો હતો . હાલ હત્યાની ઘટનામા મૃતકનાં મામાની ફરીયાદ પરથી ગુનો નોંધવામા આવ્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટ શહેરનાં માયાણી ચોક નજીક ખીજડાવાળા રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમા યુવાનની લાશ પડી હોવાની માહીતી મળતા 108 ને જાણ કરતા ઇએમટીએ યુવાનને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો . યુવાનને માથાનાં ભાગે અને શરીરે બોથડ પદાર્થનાં ઘા ઝીકાયેલા હતા ત્યારબાદ આ ઘટના અંગે 100 નંબર પર પોલીસને જાણ કરવામા આવતા પીઆઇ જે. આર દેસાઇ અને સ્ટાફ ઘટનાં સ્થળે પહોંચી ગયો હતો તેમજ ત્યારબાદ એસીબી ચૌધરી અને એલસીબી ઝોન ર તેમજ ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હત . આ તપાસ દરમ્યાન યુવકની ઓળખ થઇ હતી તે મુળ યુપીનો વતની અને હાલ મવડી ચોકડી નજીક રહેતો રાજેશ ઉર્ફે રાજુ ચીંતામણી રાજભર (ઉ.વ. રપ ) હોવાનુ ખુલ્યુ હતુ . રાજેશ રાજકોટમા પાંચ વર્ષથી રહી ફેબ્રીકેશનનુ મજુરી કામ કરતો હતો. અને પોતે અપરણીત હતો.
આ ઘટનામા પોલીસે તપાસ કર્યા બાદ મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખસેડયો હતો . પોલીસની પ્રાથમીક તપાસમા મૃતક રાજેશને માથાનાં ભાગે એક કરતા વધુ ઇજાનાં નિશાન હતા. તેમજ તેમને કોઇએ બોથડ પદાર્થનાં ઘા ઝીકી પતાવી દીધાની પ્રાથમીક તપાસ દરમ્યાન જાણવા મળી રહયુ છે. મૃતક રાજેશનાં માતાનુ નામ સુશીલાબેન છે . રાજેશને દારૂ પીવાની ટેવ હોવાથી તેમને દારૂની મહેફીલમા જ મિત્રએ ઢીમ ઢાળી દીધાનુ પ્રાથમીક તપાસમા જાણવા મળી રહયુ છે. હાલ આ ઘટનામા મૃતકનાં મામા ઓધેશભાઇ રાજભર કે જેઓ મેટોડામા રહે છે. અને ત્યા કંપનીમા કામ કરે છે. તેમની ફરીયાદ પરથી હત્યાનો ગુનો નોંધવામા આવ્યો છે. જો કે આ હત્યાની ઘટનામા કારણ શું છે તે અંગે માલવીયા નગર પોલીસ મથકનાં પીઆઇ જે. આર દેસાઇ, પીએસઆઇ ધાંધલ અને રાઇટર શૈલેષભાઇ ખીહડીયા તેમજ મહેશભાઇ રુદાતલા સહીતનાં સ્ટાફે કાગળો કરી તપાસ આગળ ધપાવી છે.