ગોંડલના કમઢિયા ગામે યુવકની હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂત
ગોંડલનાં સુલતાન પુર નજીક આવેલા કમઢીયા ગામે પાંચ દિવસ પુર્વે વાડી વાવેતર માટે રાખનાર પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થનાં ઘા ઝીકી હત્યા કરવામા આવતા સનસનાટી મચી ગઇ છે આ મામલે ગોંડલ સુલતાનપુર પોલીસ અને ગ્રામ્ય એલસીબીએ તપાસ કરી હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભુત હોવાની શંકાએ પાંચ શકમંદોની પુછપરછ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં સુલતાનપુર પાસેનાં કમઢીયા ગામથી થોડે દુર દેરડી કુંભાજી ગામ તરફ જતા રસ્તામા ખેડુત ખીમાભાઇ જાસોલીયાનાં ખેતરમા આજ સવારે એક લાશ પડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમીક તપાસમા આ બનાવ હત્યાનો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ લાશ 30 વર્ષીય બંસી બાઉ અજનારની હોવાનુ ખુલ્યુ હતુ તેને પાંચ દિવસ પુર્વે જ જે ખેતરમાથી લાશ મળી તે ખેતર વાવેતર માટે રાખ્યુ હતુ. બંશીની બોથડ પદાર્થનાં ઘા ઝીકી હત્યા કરી મૃતદેહને ખેતરમા ખોદેલ મકાનનાં પાયામા ફેકી દીધી હતી.
પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ખેતરનાં નજીક કાકરીનાં ઢગલા પાસેથી લોહીવાળુ ગોદળુ તથા પથ્થર તેમજ જીજે 20 એપી 4198 નંબરનુ બાઇક રેઢુ મળી આવ્યુ હતુ.આ મામલે ગોંડલનાં સુલતાનપુર પોલીસ સાથે ગ્રામ્ય એલસીબીએ તપાસ શરૂ કરી છે આ યુવકની હત્યામા સ્ત્રીપાત્ર કારણભુત હોવાનુ પ્રાથમીક દ્રષ્ટિએ માનવામા આવી રહયુ છે જેનાં આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીનાં પીઆઇ વી. વી. ઓડેદરા અને તેમની ટીમે પાંચ જેટલા શકમંદોની પુછપરછ શરૂ કરી છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર મૃતક બંશી એ પાંચ દિવસ પહેલા ખીમાભાઇની વાડી વાવેતર માટે રાખી હતી. બંશીનાં માથાનાં ભાગે પથ્થરનાં ઘા ઝીકી તેની હત્યા કર્યા બાદ તેનાં મૃતદેહને ખેતરમા ખોદેલ મકાનનાં પાયામા લાશ ફેકી દીધી હોય અને ઘટના સ્થળેથી મળેલા સ્કુટરનાં આધારે પોલીસે આ હત્યાની કડીઓ મેળવી તેનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.