For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રાના એંજારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ‘મુન્નાભાઇ એમબીબીએસ’ પકડાયો

12:18 PM Jun 07, 2025 IST | Bhumika
ધ્રાંગધ્રાના એંજારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ‘મુન્નાભાઇ એમબીબીએસ’ પકડાયો

ઉત્તરાખંડથી આવી નાનકડી ક્લિનીક ખોલી નાખી હતી

Advertisement

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી રૃા.6,190ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે ક્લીનીક ખોલી બોગસ ડોક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે રેઈડ કરી હતી. દરોડા દરમિયાન એંજાર ગામેથી કોઈ પણ જાતનિ તબીબી ડિગ્રી કે સર્ટીફીકેટ નહિં હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી ક્લીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર તુષારભાઈ સંજયભાઈ સરદાર (ઉ.વ.28, હાલ રહે.એંજાર અને મુળ રહે.ઉતરાખંડ)ને ઝડપી લીધો હતો તેમજ ક્લીનીકમાંથી રૃા.6,190ની કિંમતની અલગ-અલગ કંપનીની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લાના અનેક તાલુકાઓમાં ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે ત્યારે અન્ય તાલુકાઓમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement