મુંજકા ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં કપડા સુકવવાનું સ્ટેન્ડ હટાવવાનું કહેતા દીયર-ભોજાઈને માર માર્યો
પાડોશમાં રહેતા માતા-પુત્ર સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ
મુંજકા ચોકડી પાસે આવેલા હાઉસિંગ બોર્ડના ક્વોટરમાં રહેતા દીનાબેન ઉર્ફે જયોતીબેન જગદીશભાઈ પરમાર(ઉ.વ.45) એ કપડાનું સ્ટેન્ડ ચાલવાના રસ્તેથી હટાવવાનું કહેતા પાડોશી આશિષ મહેન્દ્ર પરમાર,મહેન્દ્ર પરમાર, શિલ્પાબેન મહેન્દ્ર અને વૃત્તિબેન મહેન્દ્રભાઈએ બેફામ માર મારતા તેઓ ઘવાયા હતા અને જ્યોતિબેનને બચાવવા વચ્ચે પડેલા તેમના દિયરને પણ આરોપીઓએ ઢીકાપાટુ નો માર માર્યો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
જ્યોતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા-27/05 ના રાત્રીના હુ મારા ઘરે હતી ત્યારે હુ અમારી સામે ફ્લેટ નં.એચ-802 મા રહેતા શીલ્પાબેનને હુ કહેવા ગયેલી કે, તમોએ જે લીફટની બાજુમા કપડા સુકાવવાનુ સ્ટેંડ રાખેલ હોય, જે મારા સાસુને આવવા જવામા નડતુ હોવાથી લઈ લેજો તેમ મે આ શીલ્પાબેનને જણાવેલ તથા તેનો દીકરો આશી ષભાઇ મહેંદ્રભાઇ પરમાર જે મારી દીકરી ક્રુપાલીબેનની સામુ જોતો હોય હેરાન કરતો હોય, જે બાબતે તેઓને મે વાત કરેલી કે આશીષને તમો સમજાવજો, આમ હુ શીલ્પાબેનને વાત સમજાવતી હતી.
જે દરમ્યાન ત્યા હાજ ર તેની દીકરી વ્રુતીબેન તથા શીલ્પાબેન એમ બંને મારી સાથે બોલાચાલી, ઝગડો કરવા લાગેલા હતા અને ગાળો આપવા લાગેલા હતા.
તે દરમ્યાન આશિષ લીફટમાથી આવેલો અને મને કહેવા લાગેલો કે તારે શુ છે એમ કહી ને મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલ અને મને ગાળો દેવા લાગેલ, જેથી મે તેને કહેલ કે તારી માતાને પુછીલે શુ થયુ છે જે દરમ્યાન આ આશીષ ગુસ્સે થઈને મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને મને પેટમા ઢીકા પાટુ માર મારવા લાગેલ, જે દરર્મ્યાન મારા દીયર મહેંદ્રભાઈ ઉફે પુલીનભાઈ મુળજીભાઈ પરમાર મને છોડાવવા વચ્ચે પડતા આ આશીષે મારા દીયરને પણ ઢીકાપાટુનો માર મારેલો હતો અને બાદમા સવારે મારા દીયરને આશીષના પિતાજી મહેદ્રભાઈએ ફોનમા કહેલ કે તે કેમ તમે મારા દીકરાને માર મારેલ, તેમ કહીને મારા દીયરને ફોનમા ગાળો આપવા લાગેલા હતા, તેમ મને મારા દીયરે જણાવેલ હતુ. બાદમા રાત્રીના આઠેક વાગ્યે આશીષના પિતા મહેંદ્રભાઈ આવી જતા અમારા ફલેટ પાસે આવીને બોલાચાલી કરીને અમોને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.