મુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધુંબો માર્યો
કચ્છના મુન્દ્રા પંથકમાં ગુંદાળા ગામે જમીનનું બિનખેતી કરી વૃંદાવન પાર્ક બનાવી તેનું પ્લોટના વેચાણ અને રિવાઈઝ કરેલા પ્લાનની નીકળતી જમીન પેટે નીકળતી રકમ રૂૂપિયા 83.33 લાખ પૈકી રકમ ચૂકવવા આપેલા 71.33 લાખના ત્રણ ચેક બેંકમાંથી વગર વસૂલાતે રિટર્ન થતા મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ અને નગરસેવિકાના પતિ ધ્રુવરાજસિંહ ચુડાસમા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા અદાલતે સમન્સ ઇસ્યુ કરી હાજર રહેવા હુકમ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટ શહેરમાં રહેતા કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના સર્વે નંબર 8 અને સર્વે નંબર 9 પૈકી ત્રણની હાલ વૃંદાવન પાર્ક તરીકે ઓળખાતી જમીનોની વર્ષ 2011માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદી કરી હતી. સદર જમીનને બિનખેતી કરાવી પ્લોટસ પાડી તેનું વેચાણ કરવાનું આયોજન કરતા ધ્રુવરાજસિંહે કાંતિલાલભાઈનો રૂૂબરૂૂ સંપર્ક કરેલો અને 30 પ્લોટના વેચાણનો શરતી સોદો કર્યો હતો. જેમાં જમીનનું એકત્રીકરણ કરવા કલેકટર કચેરીમાંથી રિવાઈઝડ પ્લાન હુકમ મેળવી આપવાની તમામ જવાબદારી ધ્રુવરાજસિંહ લીધી હતી. આ સમયગાળામાં ધ્રુવરાજસિંહ સદર પ્લોટસનો ગ્રાહક શોધી લાવતા કાંતિલાલે સદર પ્લોટસ હૈદરાબાદના રહેવાસી કંડગલયા સુદર્શન સુમન(ગ્રાહક) જોગ દસ્તાવેજ કરી આપેલો.
જેમાં રૂૂા. 72 લાખ પુરાનું સાટાખત વખતે અને રૂૂા. 80 લાખ ચેકથી અને રૂૂા.13.50 લાખ આંગડિયા મારફત ફરીયાદી કાંતિલાલને ચુકવી આપવામાં આવ્યા હતા. તેમાં કાંતિલાલની કાયદેસરની બાકી રહેતી રકમ રૂૂા.57, 50, 432. પર નિકળતા હતા. રીવાઈઝડ પ્લાન મુજબ રકમ રૂૂા.26, 33,345 એમ કુલ મળીને બાકી લેણી રકમ રૂૂા.83,83,777 પૈકી ધ્રુવરાજસિંહે કાંતિલાલ ભીમાણીએ રકમ રૂૂા. 71.33 લાખ ચૂકવવા આપેલા ત્રણેય ચેક નસ્ત્રએડવાઇઝ નોટ રિસિવ્ડસ્ત્રસ્ત્રની નોંધ સાથે પરત ફરેલા, જે અંગે કાંતિલાલ ભીમાણીએ ધ્રુવરાજસિંહ પાસે ઉઘરાણી કરતા તેણે નસ્ત્રમારી પત્ની અલ્પાબા ભાજપના મુંદ્રા શહેરના કોર્પોરેટર છે. થાય તે કરી લેજો અને દોડવું હોય ત્યાં દોડી લેજો પાંચીયુ મળવાનું નથી.સ્ત્રસ્ત્ર જેથી કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ ધ્રુવરાજસિંહ તેગબહાદુરસિંહ ચુડાસમા સામે રાજકોટની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવતા અદાલતે સમન્સ ઇસ્યુ કરી આગામી મુદતે ચુડાસમાને હાજર રહેવા હુકમ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ તારક સાવંત રોકાયા છે.