ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારો મુંબઈનો શખ્સ ઝડપાયો

12:07 PM Apr 19, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ બરોડાના ખાતામાંથી રૂૂપિયા 50,000 ની રકમ ઉપાડી લઈ અને છેતરપિંડી સાચવવામાં આવી હોવાનો બનાવ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.
આ પ્રકરણના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા માટે કરવામાં આવેલી તપાસના અંતે આ પ્રકરણના છેડા નવી મુંબઈ સુધી પહોંચતા પોલીસની ટીમે મહારાષ્ટ્ર ખાતે દોડી જઈ અને એરોલી (નવી મુંબઈ) ખાતે રહેતા લલિત નવારામ પટેલ નામના 26 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસને આ પ્રકરણમાં મળેલી વિગત મુજબ બી.એસ.સી. કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી ચૂકેલા અને હાલ ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપી લલિત પટેલ દ્વારા છેલ્લા ત્રણેક માસથી એક એપ્લિકેશન - સોફ્ટવેર બનાવીને મોબાઈલ ઉપયોગકર્તાઓને ઓનલાઈન મેસેજ દ્વારા .એપીકે ફાઇલ મોકલવામાં આવતી હતી. ત્યાર બાદ આરોપી લલિત મોબાઈલધારકના મોબાઈલના તમામ એક્સેસ મેળવી લઈને મોબાઈલમાં રહેલી બેન્કિંગ એપ્લિકેશન, એસએમએસ, કોન્ટેકટ નંબર અને વોટ્સએપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોબાઈલધારકના બેંક ખાતાઓ તેમજ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી જે-તે આસામીઓની જાણ બહાર ટ્રાન્જેક્શન કરીને આ રૂૂપિયાના ઓનલાઇન ગિફ્ટ વાઉચર ખરીદી લેતો હતો તેમજ ઓનલાઈન વર્ચ્યુઅલ કરન્સી ખરીદી લઈ, આયોજનબધ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો. આ પ્રકરણમાં સાયબર પોલીસે રૂૂપિયા એક લાખની કિંમતની એપલ કંપનીના બે મેકબુક, રૂૂપિયા 40 હજારની કિંમતનો આઈફોન તેમજ રૂૂ. 1,500 ની કિંમતનું વાઇફાઇ રાઉટર કબજે લઈ, અટકાયત કરી, આગળની તપાસ પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Tags :
crimegujaratgujarat newsMithapurMithapur news
Advertisement
Next Article
Advertisement