મ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહી
નજીવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, ચેક બૂક, એટીએમ કે સીમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિઓને આપવું નહીં, જાહેર જનતાને પોલીસની અપીલ
ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામા આવતા કોલ સેન્ટરથી કોલ કરીને મની લોન્ડરીંગ, સીબીઆઇ કેસ કે અન્ય કોઇ મોડેશ ઓપરેન્ડીથી વ્યકિતને ટાર્ગેટ કરીને સાયબર ક્રાઇમ આચરીને પૈસા પડાવતી ગેંગની ચેઇન રોકવા માટે દેશભરની પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામા આવી રહી છે . જેમા મ્યુલ એકાઉન્ટથી છેલ્લા એકાદ વર્ષની વિગતો મંગાવી છે જેમા કરોડોનાં વ્યવહાર મળતા પોલીસે એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરુ કરી છે . ત્યારે રાજકોટ જીલ્લામા શાપર - વેરાવળ - ઉપલેટા અને જેતપુર સીટીમા 11 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અને પાંચ શખ્સોની ધરપકડ કરી હતી . આરોપીઓની પુછપરછમા સાયબર ફ્રોડનાં અંદાજીત 40 લાખ જેટલી રકમ સગે વગે કરી નાખી હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રથમ ફરીયાદમા જેતપુર સિટી પોલીસે સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા "મ્યુલ બેંક એકાઉન્ટ" કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂ. 14,30,000/- સગેવગે કરવાના ગુનાનો ખુલાસો થયો છે. જેતપુર સીટી પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તેઓ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં પોતાના આર્થિક ફાયદા માટે એજન્ટો દ્વારા સબ-એજન્ટો શોધીને, અલગ અલગ બેંક એકાઉન્ટ હોલ્ડરોને નજીવી લાલચ આપીને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. પોલીસે તાત્કાલિક ચાર આરોપીઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં અજીમ ઇકબાલભાઇ સોલંકી (રહે. કશન મુળજી શેરી, ફુલવાડી રોડ, જેતપુર), મીત જગદિશભાઇ ગુજરાતી (રહે. ડોક્ટર ભીખાજીની શેરી, ફુલવાડી ઢોરો, જેતપુર), ફેજાન ફારૂૂકભાઇ વાડીવાલા (રહે. ચક્કી વાળી શેરીમાં, લાદી રોડ, જેતપુર) અને હર્ષ સુનીલભાઇ પરમાર (રહે. લુહાણા શેરી, મોટા ચોક, જેતપુર) નો સમાવેશ થાય છે.આ ગુનામાં ગૌરવભાઇ ભટ્ટ (રહે. જેતપુર), મુસ્તકીમ અમીનભાઇ માલાણી (મૂળ રહે. જેતપુર, હાલ રહે. સુરત) અને તાઝીમભાઇ અમીનભાઇ માલાણી (મૂળ રહે. જેતપુર, હાલ રહે. સુરત) સહિતના આરોપીઓને પકડવાના બાકી છે.જયારે બીજી ફરીયાદમા ઉપલેટા પોલીસે રાજમોતી નગર શિક્ષક નગર સામે રહેતા અલ્પેશ કરશનભાઇ સુવા (ઉ. વ. 3ર ) સામે ગુનો નોંધ્યો હતો જેમા અલ્પેશની પુછપરછમા ઉપલેટાનાં કૃષ્ણદેવસિંહ લાલુ રણજીતસિંહ જાડેજાનુ નામ ખુલ્યુ હતુ . આ બંને શખ્સોએ અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલા ર0 લાખ રૂપીયા પોતાનાં આર્થીક લાભ માટે મેળવી લઇ છેતરપીંડી કરી હતી.
આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા કૃષ્ણદેવસિંહની શોધખોળ શરુ કરી છે. તેમજ અન્ય ફરીયાદમા શાપર વેરાવળ પોલીસે લોધીકાનાં કાંગશીયાળી ગામે રહેતા મયુર મોહન ચાવડા અને રાજકોટનાં જંગલેશ્ર્વરમા રહેતા અમન કાશમ ચોટલીયા સામે ગુનો નોંધ્યો છે. આ બંને શખ્સોએ પોતાનાં બેંક એકાઉન્ટમા સાયબર ફ્રોડની કુલ રકમ 9.35 લાખ જમા કરાવી ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.
સાયબર ફ્રોડ અંગે પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિના વિશ્વાસમાં આવીને નજીવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, ચેક બુક, અઝખ કે સીમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિઓને આપવું નહીં.