ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પબ્જી ગેમમાં યુવતી સાથે સબંધ કેળવી એમપીના શખ્સે મોર્ફ કરેલા ન્યૂડ ફોટા વાયરલ કરી દીધા

03:43 PM Apr 29, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટની કોલેજિયન છાત્રાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી : સંબંધ કેળવ્યા બાદ આરોપીએ કરેલુ કૃત્ય

 

રાજકોટની એમબીએની છાત્રા સાથે પબ્જી ગેમમાં રમતા મધ્યપ્રદેશના શખ્સે વિશ્વાસ કેળવી તેણીના ફોટા મોર્ફ કરી ન્યૂડ બનાવી વાયરલ કર્યા હતાં. તેટલું જ નહીં યુવતીના માતા-પિતાના ફોટા સાથે પણ રમત રમી બીભત્સ લખાણ લખી વાયરલ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

વધુ વિગતો અનુસાર,150 ફૂટ રીંગરોડ પર રહેતી 22 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈન્સ્ટાગ્રામ આઈડી વાપરનાર તેમજ બે અલગ અલગ મોબાઈલ નંબર ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેણી એમબીએમા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.તેણી આઈફોનનો ઉપયોગ કરે છે. તેમાં BATTLEGROUNDS MOBILE INDIA (પબ્જી) નામની મોબાઇલ ગેમ્સ ચારેક વર્ષ પહેલા ડાઉનલોડ કરેલ હતી. તેણી ગેમ્સ રમતી હતી, જે ગેમ્સ ગ્રુપ બનાવીને રમવાની હોય જેથી તેમાં અલગ-અલગ રાજ્યના લોકો ઓનલાઇન ગેમ્સ રમતા હોય છે.પાંચેક માસ પહેલા તેણી ઓનલાઇન ગેમ્સ રમતી હતી ત્યારે ઠઅકઊંઊછ નામ વાળી વ્યક્તિ તેમની સાથે ગેમ્સ રમવા માટે જોઇન થયેલ અને તે બાદ ઠઅકઊંઊછ નામ વાળી વ્યક્તિ સાથે અવાર-નવાર ઓનલાઇન ગેમ્સ રમતા હોય જેથી તેની સાથે મિત્રતા થતા તેણીએ પોતાનું સ્નેપચેટ આઇડી તે શખ્સને આપેલ હતું.

જે સ્નેપચેટ આઈડીમાં બંને અવારનવાર વાતો કરતાં હતાં અને બાદમાં તેણીએ પોતાનો મોબાઇલ નંબર પણ આપેલ હતો. સામેવાળા શખ્સે પોતાનું નામ અક્ષીત શર્મા (રહે. જબલપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવી મોબાઇલ નં. 90981 99484 તથા 7389291796 આપેલ હતા. બંન્ને નંબરમાં અક્ષીત શર્મા સાથે અવાર-નવાર વોટસએપમાં વાતચીત કરતા હતાં. તેણીને તે શખ્સ સાથે મિત્રતા કેળવાઈ જતા પોતાના ફોટા અક્ષીત શર્માને મોકલેલ હતા.ત્યારબાદ તેણીને ગેમ્સ રમતી વખતે બોલાચાલી થતા તેણીએ અગાઉ અક્ષીત શર્માને મોકલેલ પોતાના ફોટા તેણે ઇન્સટાગ્રામ આઇડી પર વાઇરલ કરેલ અનેBATTLE GROUNDS MOBILE INDIA ગેમ્સમાં અક્ષીત શર્માના મિત્રોને પણ તેણીના ફોટા વાઇરલ કરવા કહેતો હતો અને તેના ઓનલાઇન ગેમ્સના મિત્રોની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કરેલ હતાં. જેથી તેણીએ સીઆઇડી ક્રાઇમ અરજી કરી હતી.

જે બાદ અક્ષીત શર્માએ ફરીથી તેણીના તેમજ પિતા અને માતાના ફોટો ઓનલાઇન મેળવી ઇBATTLE GROUNDS MOBILE INDIA ગેમ્સમાં તેણીનો ન્યુડ ફોટો મોર્ફ કરી વાઇરલ કરેલ હતો. જે મામલે કારણ અંગે યુવતીએ જણાવ્યું હતું કે, તેઓ એક બીજના મિત્ર હોય અને તેની સાથે વાતચિત કરવાનું બંધ કરી દેતા તેનો ખાર રાખી તેણીના મોર્ફ કરેલ ન્યુડ ફોટા વાયરલ કરેલ છે અને તેની સાથે સંબંધ નહી રાખે તો હજુ ન્યુડ ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપી સોસીયલ મીડીયા મારફત અવાર-નવાર મેસેજ કરી બદનામ કરવાની ધમકી આપી ફોટામા એડીટીંગ કરી ન્યુડ ફોટા બનાવી હેરાનગતી કરતા ફરીયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement