ગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલો
ગોંડલ તાલુકાના નાગડકા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભાઇ જોગેલે નોંધાવેલી ફરિયાદમાં બિલિયાળાના ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડનું નામ આપ્યું હતું.
ફરિયાદ માં જણાવ્યા મુજબ દિનેશભાઈ અને તેમના માતા મુળીબેન બન્ને પોતાની વાડીએથી પોતાનુ મીની ટ્રેક્ટર લઇ પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડનું પોતાનુ એક્ટીવા લઇ અચાનક ટ્રેક્ટર સામે આવી જતા દિનેશભાઈના માતાએ આ ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડને કહેલ કે ભાઇ જોઇને ચલાવો તેમ કહેતા આ બન્ને શખ્સો ઉશ્કેરાઇ જઇ દિનેશભાઈ તથા તેમના માતા મુળીબેન સાથે બોલાચાલી કરી ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડે દિનેશભાઈને માથામા ત્રણ-ચાર પથ્થરના ઘા મારી ઇજા કરેલ તથા મુળીબેનને પણ ઢીકાપાટુનો મુંઢ માર મારી ચંદ્રેશે છરી બતાવી ધમકી આપી હતી. આ મામલે ગોંડલ તાલુકા સુલ્તાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.