પાટણવાવમાં વેપારીનું મકાન પચાવી પાડનાર માતા અને તેના પુત્રોની ધરપકડ
લેન્ડગ્રેબીંગ હેઠળ નોંધાયેલ ફરિયાદ બાદ ધોરાજી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધા
પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડગ્રેબીંગના ગુન્હામાં સંડોવાયેલ માતા અને બે પુત્રોને સત્વરે પકડી પાડવા રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવ તથા જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે સુચના કરેલ હોય જે અન્વયે ગુન્હાની તપાસ કરનાર ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના પાટણવાવ ગામમાં આવેલ સીટી સર્વે નંબર-425 કુલ ક્ષેત્રફળ 198.19 ચોરસમીટરવાળુ રહેણાક મકાન વેપારી રસિકભાઈ ભીખુભાઈ સાવલીયા વડીલો પાર્જીત માલીકીનું હોય, જે મકાનનો કબ્જો માતા બે પુત્રોએ કર્યો હતો. જે મકાનનો કબ્જો ખાલી કરવા દ્વારા અવારનવાર કહેવા છતા આરોપીઓએ ખાલી ન કરી કોઈપણ જાતના હક્ક દાવા વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લઈ બળજબરીથી પચાવી પાડવા અંગે કલેકટર સમક્ષ કરેલી ફરીયાદ બાદ પાટણવાવ પોલીસે દાખલ કર્યો હતો.
જેમાં લેન્ડગ્રેબીંગના ગુનામાં પોલીસે વિશાલ દિનેશભાઇ લાલકીયા, તેના ભાઈ અમીતભાઇ દિનેશભાઇ લાલકીયા અને માતા વનીતાબેન દિનેશભાઇ લાલકીયાની ધરપકડ કરી હતી. ધોરાજી જઉઙઘ નાસ્તા ફરતા સ્કોર્ડના પીએસઆઈ એ.એન.કામળીયા સાથે એ.એસ.આઇ.પરબતભાઇ કરશનભાઇ પાટણવાવ પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ કિર્તિરાજસિંહ ધિરૂૂભા, લોકરક્ષક અક્ષયભાઈ મનુભાઈએ કામગીરી કરી હતી.
