For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલાના સણોસરા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ ગેરહાજર

11:45 AM May 09, 2025 IST | Bhumika
ચોટીલાના સણોસરા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ ગેરહાજર

ચોટીલાનાં સણોસરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરૂૂવારનાં ઓચીંતા પ્રાત અધિકારીએ ચકાસણી હાથ ધરતા ફરજ પ્રત્યે અનેક કર્મચારીઓની ચાલતી લાલીયાવાડી સહિતની ક્ષતિઓ ઝડપી પાડવામાં આવતા તાલુકાનાં આરોગ્ય વિભાગમાં હડકંમ્પ મચી ગયો હતો. ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી ચાલતી હોવાનું તેમજ મહત્વનાં ગણાતા આરોગ્ય વિભાગમાં એકબીજાનાં આશિર્વાદથી પત્રકો ઉપર જ ટકાટક પરંતુ વાસ્તવિક્તામાં અનેક પ્રકારની બેદરકારી ખાનગીમાં ધ્યાન ઉપર આવતા ગુરૂૂવારનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણા , પ્રાંત ચોટીલા એ સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આકસ્મિક ચકાસણી હાથ ધરતા ચૌકી ઉઠેલ હતા.

Advertisement

પ્રાત અધિકારીની આકસ્મિક ચકાસણી દરમ્યાન મેડીકલ ઓફીસર ફરજ ઉ5ર હાજર ન મળતા સ્ટાફને પુછતા તેઓ તાલીમમાં રાજકોટ ગયેલ હોવાનું જણાવેલ પરંતુ તેમના ચાર્જ કોને? તે અંગે હાજર સ્ટાફને કોઇ જાણ ન હતી તેમજ ફાર્માસીસ્ટ એમ.બી ઝાલા સતત ગેરહાજર રહે છે, મહિનામાં એકવાર આવીને તમામ હાજરી પુરી જતા હોવાની વિગતો મળી હતી,FLS એ.કે. 5રમાર, સ્વીપર મનસુખભાઇ 5રમાર, આયા શ્રીમતી કિરણબા રાણા જેવા જવાબદાર કર્મચારી કોઇ5ણ પ્રકારની મંજુરી વગર ગેરહાજર મળી આવેલ હતા. ઓપીડી નો સમય સવારે 09/00 કલાકે શરૂૂ થતો હોવા છતા હોવા છતા 10/30 સુધીમાં 12 સામે ફકત 4 સ્ટાફ જ હાજર મળેલ હતો.

આ સંદર્ભે ચોટીલા તાલુકા હેલ્થ ઓફિસર , ફાર્માસિસ્ટ અને અન્ય સંબંઘિતોને નોટિસો આપી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગુટલીબાજ અને લાલિયાવાડી ચલાવતા કર્મચારી વર્ગમાં ફફડાટ સાથે હડકંમ્પ મચી ગયો છે. ઉપરાંત જનરલ OPD રજીસ્ટરમાં 60 જેટલા દર્દીઓના નામમાં ફકત લીટા દોરેલ તેમજ ન ઉકેલી શકાય તેવા દર્શાવેલા, એક5ણ દર્દીઓના મોબાઇલ નંબર ન હતો તમામના નામો સામે ફકત એક જ કેસ કાઢવામાં આવેલ છે, બાકીના કોઇ દર્દીના કેસો કાઢ્યાં નું રેકર્ડે ન હતુ.કોલ્ડ ચેઇન રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર, ઇન્ડેન્ટ રજીસ્ટર, રેફરલ રજીસ્ટર વિગેરે નથી નિભાવે, બાયો-મેટ્રીક સીસ્ટમ હોવા છતા ફકત એક જ કર્મચારીએ થમ્પ થકી હાજરી પુરેલ અન્ય કોઇ સ્ટાફે હાજરી જ પુરેલ ન હતી, આવશ્યક દવાઓની યાદી ઉ5લબ્ઘ હોવા છતાં કોઇ સ્પષ્ટતા થતી નોહતી, હોસ્પિટલની ચોખાઇ અંગે કોઇ જ ચોકસાઇ નથી જોવા મળેલ, આવી અનેક ક્ષતિઓ ઘ્યાને આવતા પ્રાત અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement