કપડાંના શો-રૂમમાં નોકરી કરતી યુવતીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા ઇન્સ્ટામાં અપલોડ કર્યા
આઇજી દેસાઇ, નેહા એડિટ સહિત ત્રણ આઇડી ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
સોશયલ મીડિયાના યુગમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ઉપર બોગસ આઇડી બનાવી લોકોને બદનામ કરવા તેના મોર્ફ કરેલા ફોટા અને વીડિયો વાઇરલ કરવાના બનાવો અગાઉ પણ પોલીસે ચોપડે નોંધાઇ ચૂકયા છે. ત્યારે આવોજ એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. કપડાના શોરૂમમાં નોકરી કરતી મોર્ફ કરેલા ન્યૂડ ફોટા અને વીડિયો અન્ય ઇન્સ્ટા આઇડી ઉપર મુકવામાં આવતા યુવતીએ આઇજી દેસાઇ, નેહા એડિટ નામના ત્રણ આઇડી ધારણ વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતી અને કપડાનો શરૂમમા નોકરી કરતી 23 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આઇજી દેસાઇ 1011, આઇજી દેસાઇ 10 અને નેહા એડીટ 143, નામની આઇડી ધરાવતા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેમા જણાવ્યા મુજબ ઉપરોક આઇડી ધારકોએ ફરિયાદી યુવતીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા અને વીડિયો અપલોડ કરી ફરિયાદીને બદનામ કરવાની ઇરાદે કૃત્ય આચરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઇ આર.જી. પઢીયારે વધુ તપાસ હાથ ધરી છે.