રાજકોટની કંપનીના ગોડાઉનમાંથી વધુ કેફી દ્રવ્યોનો જથ્થો કબજે
રાજકોટથી આફ્રિકા નિકાસ થઇ રહેલો 68 લાખ ગોળીનો 110 કરોડની કિંમતનો કેફી દ્રવ્યનો જથ્થો પકડીને મોટી સફળતા મેળવ્યાના બીજા દિવસે કસ્ટમ તંત્રે તો તપાસનો દોર આગળ વધાર્યો જ છે સાથે અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ પોતાની રીતે શોધ શરૂૂકરી દીધી છે. આ સંબંધે મુંદરા કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસએસઆઇબી) શાખાએ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં સર્ચ કાર્યવાહી આરંભી છે, જેમાં એક ગોડાઉનમાં વધુ કેટલોક જથ્થો ઝડપાયાનું અને કેટલાક ઇસમોની અટક પણ હાથ ધરાઇ હોવાની વિગતો બહાર આવી છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી. મુંદરા પોર્ટ પરથી કસ્ટમે પકડી પાડેલા જથ્થાના બીજા દિવસે કેટલીક ચોંકાવનારી વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રતિબંધિત ટ્રામાડોલના આ મિશ્રિત જથ્થાના મામલામાં રાજકોટ સ્થિત નિકાસકાર ‘રેઇન ફાર્મા ઇમ્પેક્સ’ છે. બીજું, ટ્રામાડોલ ટેબ્લેટજરૂૂરિયાત કરતાં વધુ માત્રામાં નિકાસ કરવા માટે લાયસન્સ અને એન્ટિ ડ્રગ તથા સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે, પરંતુ આ મામલામાં પાર્ટીએ એક સ્થાનિક કસ્ટમ બ્રોકર દ્વારા જથ્થો નિકાસ કરવા માટે મોકલ્યો હતો. છેલ્લા એક વર્ષથી આ નિકાસકારનો નિયમિત જથ્થો નિકાસ થયો છે અને દર વખતે જથ્થો એક ચોક્કસ ટ્રાન્સપોર્ટરની ગાડીમાં જ ક્ધટેનરમાંથી જ ક્ધટેનરમાં ભરીને નિયમિત મુંદરા પોર્ટ પર આવ્યો અને નિકાસ થયો છે.
અત્યાર સુધી અંદાજિત 50થી વધુ ક્ધટેનર નિકાસ થઇ ચૂક્યાં હોવાનો અને તેમાં પણ આ જ જથ્થો હોવાનો દાવો આ સૂત્રો વ્યક્ત કરે છે. સમગ્ર પ્રકરણમાં કોઇ મોટું રાજકીય માથું સંડોવાયેલું હોવાનો વધુમાં દાવો કરીને સૂત્રો ઉમેરે છે કે તપાસ યોગ્ય રીતે થાય તો વધુ કરોડોનો મામલો બહાર આવે એમ છે. વિગત મુજબ આ અગાઉ જથ્થો ક્ધટેનરમાં ભરી અહીંના સૌરાષ્ટ્ર સી.એફ.એસ. ખાતે લાવવામાં આવ્યો પણ ત્યાં પ્રિવેન્ટિવ વિભાગમાં ફરજ બજાવતા એક ઓફિસરને શંકા જતાં જથ્થો ચકાસ્યો હતો, ત્યાંથી પછી કેસ એસએસઆઇબીને સોંપાયો હતો. બે અલગ-અલગ શિપિંગ બિલ દ્વારા એક 20 ફૂટ અને અન્ય 40 ફૂટના ક્ધટેનરમાં જાહેર માલ નડાયક્લોફેનેક સોડિયમથ ટેબ્લેટની આડમાં આગળ ભાગે થોડા કાર્ટૂનમાં ડિક્લેર ટેબ્લેટ મૂકી પાછળ પ્રતિબંધિત ટ્રામાડોલ-225 એમજીની ડ્રગ્સમિશ્રિત ટેબ્લેટ મળી આવી હતી. ઉપરાંત, દાવા મુજબ આ જથ્થો રાજકોટસ્થિત નિકાસકારે રાજકોટની જગ્યાએ અમદાવાદના છત્રાલ વિસ્તારના એક ગોડાઉનમાંથી મળ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આયાતકારના રાજકોટસ્થિત ગોડાઉનમાંથી કાંઇ મળ્યું ન હતું. આ ટેબ્લેટ ફક્ત મેન્યુફેકચરર જ નિકાસ કરી શકે છે.