For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો

12:02 PM Jan 09, 2025 IST | Bhumika
મોરબી   24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો

Advertisement

છેલ્લા 24 વર્ષથી પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનના સી.આર. પી.સી. કલમ 70 મુજબના ગુન્હામા નાશતા ફરતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 465,470, 471, 477(એ), 420,411 મુજબના ગુન્હામા પોરબંદરના બીજા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ની કોર્ટએ આરોપી રણમલભાઇ ચનાભાઇ રાણાવાયા ઉ.વ.57 રહે,હાલ મેલડીમાતાના મંદિરે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી 2 મૂળ રહે,ગામ નાગકા તા. જી. પોરબંદર વાળાનું સી. આર. પી.સી. કલમ 70 મુજબનું વોરંટ જાહેર કરેલ હોય જે આધારે આરોપીને હસ્તગત કરી આગળની તપાસ તજવીજ કરવા માટે પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement