મોરબી: કરોડોના કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો
મોરબીના ગાળા ગામ નજીક SMCટીમે રેડ કરી કોલસા ચોરી કોભાંડનો પર્દાફાશ કરી કોલસાનો જથ્થો, પાવડર, માટીથી મિક્ષ કોલસો સહીત કુલ રૂૂ 3.57 કરોડનો મુદામાલ SMCટીમે જપ્ત કરી આરોપીઓને ઝડપી લીધા હતા જે ગુનામાં વોન્ટેડ આરોપી ભગીરથ ચંદુભાઈ હુંબલ રહે શિવમ પાર્ક સોસાયટી, મોરબી વાળો તેનો ભારતીય પાસપોર્ટને આધારે યુગાન્ડા ભાગી ગયો હોવાની માહિતી મળી હતી જેથી ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફત લૂક આઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આરોપી ભગીરથ હુંબલ યુગાન્ડાથી યુ.એ.ઈ. થઈને અમદાવાદ એરપોર્ટ આવતા આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી આરોપીને ઝડપી લઈને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને જાણ કરી હતી જેથી SMCટીમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી કબજો મેળવી SMCઓફિસે લાવી ધોરણસરની અટકાયત કરવામાં આવી છે આરોપી પાસેથી મોબાઈલ કબજે લીધો છે ગુનામાં અત્યાર સુધીમાં કુલ 19 આરોપીને ઘરપકડ કરવામાં આવી છે.
-