For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તબીબ દંપતી પાસેથી 5 લાખ પડાવનાર ‘વાંદરી ગેંગે’ 5 ગુના કબૂલ્યા

04:18 PM May 28, 2025 IST | Bhumika
તબીબ દંપતી પાસેથી 5 લાખ પડાવનાર ‘વાંદરી ગેંગે’ 5 ગુના કબૂલ્યા

કેસરી હિન્દ પુલ નીચે પોરબંદરના યુવાન સાથે રૂપિયા 12 લાખ જેવડી મોટી રકમ પડાવી લઈ ખોટુ સોનુ પધરાવી દીધું હતું

Advertisement

સાતમાંથી ચાર પકડાયા, ત્રણ મહિલાની શોધખોળ: રૂપિયા 2.15 લાખની રોકડ જપ્ત, એલસીબી ઝોન-2ની કામગીરી

મોરબી રોડ ઉપર રહેતા તબીબ દંપતિને પાંચ લાખ રૂૂપિયામાં એક કિલો સોનું આપવાની લાલચ આપી પૈસા પડાવી લેનાર સલાટ વાંદરી ગેંગના ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ ટોળકીએ પાંચ વર્ષની અંદર શહેરમાં પાંચ શિકાર કર્યાની કબૂલાત આપી છે. આ ગેંગમાં મહિલા સહિત સાત લોકો સામેલ છે.જેમાંથી ચારને ર.15 લાખની રોકડ સાથે દબોચી લેવાયા હતા.

Advertisement

જ્યારે તબીબ દંપતિ પાસેથી મેળવેલી પાંચ લાખની રકમમાંથી અમુક રકમ ફરાર થઈ ગયેલા ત્રણ લોકો પાસે હોય તેમને પકડી પૈસા રિકવર કરવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-2ની ટીમના પી એસ આઇ જે.વી.ગોહિલ, એ. એસ. આઇ રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહિલ હેમેન્દ્રભાઈ વાધિયા ,ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ અને કુલદીપસિંહ રાણા સહિતના સ્ટાફે માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ પર પુલ નીચેથી રિક્ષામાં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા ઈશ્વર ઉર્ફે પટીયો વિરાભાઈ વાઘેલા (રહે.અમદાવાદ), અર્જુન પન્નાભાઈ સોલંકી (ઉ.વ.38, રહે.રાજકોટ), મોહન ઉર્ફે મન્યો ભગવાનભાઈ પરમાર (ઉ.વ.25, રહે.રાજકોટ) અને હિરા રામાભાઈ રાઠોડ (ઉ.વ.25, રહે. રાજકોટ)ને પકડી પાડ્યા હતા. જ્યારે તબીબ દંપતિને છેતરીને પાંચ લાખ પડાવી લેવાના ગુનામાં હિરાબેન કસ્તુરભાઈ મારવાડી (રહે. અમદાવાદ), કાનુબેન રામાભાઈ રાઠોડ (રહે. રાજકોટ) અને પત્રી અર્જુનભાઈ સોલંકી (રહે. રાજકોટ) પણ સામેલ હોય તે પોલીસના હાથમાં આવ્યા ન્હોતા.

આ ટોળકીમાં સામેલ અર્જુન અને હિરાબેન તેમજ તેના પુત્ર માનસીંગે મળી ચોટીલામાં ખોટું સોનું ધાબડી અઢી લાખ, દોઢ વર્ષ પહેલાં અર્જુન, હિરા અને માનસિંગે પેડક રોડ પર બાલક હનુમાનજીના મંદિર પાસે ખોટું સોનુ ધાબડી અઢી લાખ, પાંચ વર્ષ પહેલાં અર્જુન, હિરા અને માનસીંગે પારેવડી ચોક, કેસરી પુલ નીચે પોરબંદરથી આવેલા એક શખ્સને ખોટું સોનું પધરાવી 12 લાખ અને આઠ મહિના પહેલાં અર્જુન, હિરા અને માનસીંગે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે ચાની હોટેલ ધરાવતાં શખ્સને ખોટું સોનું ધાબડી 50 હજાર પડાવી લીધા હોવાની કબૂલાત આપી હતી.

ટોળકીનું નામ વાંદરી ગેંગ કેમ પડયું?

આ ટોળકી હાઈ-વે ઉપર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને ખોદકામ કરતી વખતે જૂના સિક્કા તેમજ સોનુ મળ્યું હોવાની વાતો કરી લોકોને ભરમાવ્યા બાદ નમૂના સ્વરૂૂપે સાચું સોનું આપી તેને તપાસ કરવા માટે આપે છે. જેવું સોનું સાચું હોવાનું ખુલે એટલે જે-તે વ્યક્તિ પાસેથી પૈસા લઈ ખોટું સોનું પધરાવી દેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી આ ગેંગને વાંદરી ગેંગ તરીકે ઓળખવામાં આવતી હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.

સૂત્રધાર મર્ડરના કેસમાં ચાર વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો
વાંદરી ગેંગનો ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર અમદાવાદના સરખેજમાં રહેતો ઈશ્વર વાઘેલા ર017માં મર્ડરના ગુનામાં પકડાયેલો છે.એટલું જ નહીં પેરોલ પર મુક્ત થઈ ર0ર1ની સાલથી ફરાર હતો.હાલ રાજકોટ પોલીસે તેને વિશ્વાસઘાતના ગુનામાં ઝડપી લીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement