મોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાન
બિહાર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો સંદેશ મળ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસ અધિકારીઓને સંદેશ મળ્યો કે મોદી પટના આવી રહ્યા છે, તેમને ત્યાં ઉડાવી દેવામાં આવશે. પીએમને જાનથી મારી નાખવામાં આવશે. સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ. ભાગલપુરના સુલતાનગંજથી ધમકીભર્યો સંદેશ મોકલનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મામલો કંઈક અલગ જ બહાર આવ્યો.
પોલીસે તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી. સંદેશ મોકલનારને શોધી કાઢવામાં આવ્યો. જાણવા મળ્યું કે આ નંબર ભાગલપુર જિલ્લાના સુલતાનગંજના મહેશીના રહેવાસી વૃદ્ધ મન્ટુ ચૌધરીના નામે નોંધાયેલો છે. પોલીસે તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂૂ કરી ત્યારે મામલો સ્પષ્ટ થઈ ગયો.
જાણવા મળ્યું કે વૃદ્ધ વ્યક્તિના ભત્રીજાએ તેના કાકાને ફસાવવા માટે બનાવટી ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. બંને વચ્ચે જમીનને લઈને વિવાદ છે.