85 હજારનું બૂચ મારનારનો મોબાઈલ ચોરી મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપી
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીધામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીનું નામ અરુણ જોશી છે અને તે મૂળ મધ્યપ્રદેશનો છે, જે હાલમાં ગાંધીધામના પડાણા વિસ્તારમાં રહે છે અને શાકભાજી તેમજ કરિયાણાની દુકાન ચલાવે છે. મળતી માહિતી અનુસાર, 85 હજારની ટોપી આપનાર ફૈઝુલને હેરાન કરવા અરૂૂણે કાવતરુ રચ્યુ હતું.
રૂૂણ જોશીએ યુક્તિપૂર્વક મોબાઈલ મેળવી ધમકી આપી હતી. ગાંધીધામના પડાણાના વેપારીએ છઙઋના ઙઈંને બ્લાસ્ટની ધમકી આપતા દોડધામ મચી હતી. પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે ધમકી આપી હતી. કુંભમેળા, અમદાવાદ રેલવે સ્ટેશન, એરપોર્ટને ઉડાવીની ધમકી આપવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અરુણ જોશી મૂળ મધ્યપ્રદેશનો છે અને ગાંધીધામનો રહેવાસી છે.
આ ઘટનાની શરૂૂઆત ત્યારે થઈ જ્યારે અરુણ જોશીએ ફૈઝુલ નામના વ્યક્તિને 85 હજારની ટોપી આપી હતી. જો કે, જેણે ટોપી પહેરાવી તે ટ્રાવેલ્સ બસમાં ફોન ભૂલી ગયેલો હતો. ગુસ્સે ભરાયેલા અરુણ જોશીએ ફૈઝુલને હેરાન કરવા માટે કાવતરું રચ્યું હતું. અરુણ જોશીએ યુક્તિપૂર્વક ફૈઝુલનો મોબાઈલ ફોન મેળવ્યો અને તેમાંથી છઙઋના ઙઈંને પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે બ્લાસ્ટની ધમકી આપી હતી. તેણે કુંભમેળા, અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ ધમકીના પગલે પોલીસ દોડધામ મચી ગઈ હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી અરુણ જોશી હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને આ ઘટના પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.