જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો
જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતા રાજકોટના પ્રૌઢાનો પર્સમાંથી મોબાઈલ ચોરાઇ જતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં નાણાવટી ચોક ગાંધીગ્રામ પાસે આવેલ સત્યનારાયણ પાર્કમાં રહેતા 52 વર્ષીય નીપાબેન હિમાંશુભાઈ શાહ બે દિવસ પહેલા ભાઈના ઘરે મકાનનું વાસ્તુ પૂજન હોય રાજકોટ થી રેલવે રસ્તે જુનાગઢ આવ્યા હતા અને શુક્રવારે સવારની ટ્રેનમાં રાજકોટ પરત જવા માટે નીપાબેન બે બહેનો સાથે રેલ્વે સ્ટેશન પર 6:15 વાગ્યે પહોંચ્યા હતા.
6:45 વાગ્યે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર વેરાવળ રાજકોટ લોકલ પેસેન્જર ટ્રેન આવતા મહિલા બંને બહેનો સાથે છેલ્લાથી બીજા નંબરના જનરલ કોચમાં પેસેન્જરની ભીડ વચ્ચે ચડયા હતા.
આ દરમિયાન મુસાફરોની ભીડનો લાભ લઈ અજાણ્યો શખ્સ નીપાબેનના પર્સની ચેઇન ખોલી રૂૂપિયા 8500ની કિંમતનો મોબાઈલ ફોન ચોરીને નાસી ગયો હતો. આ અંગે મહિલાએ ફરિયાદ કરતા રેલ્વે પોલીસ મથકના એએસઆઇ બી. જે. કરગટીયાએ તપાસ હાથ ધરી હતી.