રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આકાશવાણી ચોકમાં ઠાકરધણી હોટેલમાં ટોળાંનો આતંક: 15 શખ્સો સામે બખેડાનો ગુનો

04:49 PM Jan 15, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મારામારીની બે ઘટના સામે આવી હતી. પ્રથમ ઘટનામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક ખાતે ભગત સિંહ ગાર્ડન પાસે ઠાકરધણી ચાની હોટલ ખાતે બપોરના 2 વાગ્યા આસપાસ 10થી 12 લોકો આવી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા.આ દરમિયાન કોઇ કારણસર આ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યાર બાદ આ મામલો મારામારી સુધી પહોંચી જાય છે.આ ઘટનામાં એક યુવક છરી ઉગામી ધમકાવતો પણ જોવા મળ્યો હતો, જેથી આ મામલો વધુ બિચકતાં એકબીજા પર છૂટા હાથની મારામારી તેમજ ધોકા, પાઈપ અને ચા બનાવવાના તાવીથો ઉગામી તથા ખુરસીના છૂટા ઘા મારી જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા હતા.

Advertisement

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં યુનિવર્સિટી પોલીસના પીઆઇ એચ.એન.પટેલ અને સ્ટાફે રણજિત મંગાભાઇ જોગરાણા, નાગજી મંગા જોગરાણા, કિશન રેવા બાંભવા, ભરત રેવા બાંભવા, પંકજ લક્ષ્મણ દામા, જિતુ સોમા દામા, સંજુ રામસિંગ પરિહાર, ડેનિશ ભરત દેસાણી, નિશાંત મનોજ ઠાકુર, ચક્ર હરીશ સાઉદ, લોકેન્દ્ર હરીશ સાઉદ, તેજ જગત સાઉદ, મનોજ ગોરખ ઠાકુર, બીરજુ કેવલ સાઉદ અને અનુપ કુલદીપ સાઉદ સામે બીએનએસની કમલ 192(4) હેઠળ જાહેરમાં સુલેહશાંતી ભંગ કરવા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામા સીસીટીવી ફુટેજ વાયરલ થતા પોલીસે અમુક શખ્સોને સકંજામા લઇ પુછપરછ શરુ કરી હતી તેમજ આ મારામારીની ઘટનામા છ લોકો ઘવાયા હતા તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement