4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
પોરબંદર નજીકથી પાકિસ્તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારી કરતી શિપમાંથી રૂૂ.4800 કરોડની 1495 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં ટ્રાયલ કોર્ટનો 20 વર્ષની સજાનો હુકમ સ્થગિત કરી અને રૂૂ.10 હજારના અંગત બોન્ડ અને શ્યોરિટીની શરતે જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ જોતાં ગત તા.29/07/2017 ના રોજ ભારતીય કોસ્ટગાર્ડ પોરબંદર નજીક પાકિસ્તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારીને લઈને પનામા ફલેગવાળી શિપ નસ્ત્રખટ હેનરીસ્ત્રસ્ત્ર ઝડપી હતી. જેમાં લગભગ રૂૂ.4800 કરોડની કિંમતનો 1495 કિ.ગ્રા. નશીલા પદાર્થો પૈકી અંદાજે 1000 કિ.ગ્રા. હિરોઈનના લગભગ 500 કિ.ગ્રા. જેટલું મોર્ફીન મળી આવ્યા હતાં. આ કેસમાં કુલ-13 આરોપીઓ સામે તપાસ થયા બાદ વિશિષ્ટ એનડિપીએસ કોર્ટ પોરબંદરે કેટલાકને 20 વર્ષની કઠોર કેદ અને અન્યને 10 વર્ષની કઠોર કેદ અને દંડની સજા ફટકારેલી હતી. જે કેસમાં પામેલા સુજીત તિવારી આરોપી ભાઈ કેપ્ટન સુપ્રિત તિવારી સાથે સાથ સહકાર અને ષડયંત્રના આરોપ હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સજા થઈ હતી. તેથી તેને પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
જે અપીલ ચાલી જતા આરોપીના બચાવ પક્ષે વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, દોષિત એ શિપ પર હાજર જ ન હતો, તેમજ કોઈપણ નશીલા પદાર્થોનો કબજો તેની પાસેથી મળેલ ન હોય, તેમજ ટ્રાયલ કોર્ટ દ્વારા ટેકનીકલ રીતે ત્રુટિપૂર્ણ પુરાવા પર આધાર રાખવામાં આવેલ હતો. જેમ કે, કોલ ડિટેઈલ્સ રેકર્ડ અને વોટસએપ મેસેજને પુરતી કાયદેસરતા પ્રમાણપત્ર વિના સ્વિકારી લેવામાં આવેલ હતાં.
ભારતના સુપ્રિમકોર્ટના મહત્વપુર્ણ ચુકાદાઓ મુજબ પ્રમાણપત્ર વિના ઈલેક્ટ્રોનિક પુરાવા માન્ય ગણાતા નથી. તથા આરોપી અત્યાર સુધી ત્રણ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવી ચુક્યો છે અને ફોજદારી અપીલ ટૂંકા સમયમાં સંપૂર્ણપણે સુનાવણી માટે આપવાની શકયતા ખુબ જ ઓછી હોવાની રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટની 20 વર્ષની સજા સ્થગિત કરી અને રૂૂા.10 હજારના અંગત બોન્ડ અને શ્યોરિટીની શરતે જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી હાઈકોર્ટના ધારાશાસ્ત્રી વિશાલ કિશોરભાઈ આનંદજીવાલા, જાલસોલિ ઉનવાલા સલિમ જોખિયા અને સરફરાઝ જોખિયા, વારિસ એમ. જુણેજા, રમેશભાઈ ગોહેલ અને હસેન શેખ રોકાયા હતા.
