ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાની ધરપકડ
પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ પૈસાની લેતી દેતી અને અપહરણને મામલે હિરલ બા જાડેજા સામે આ કાર્યવાહી કરવામા આવી છે.
થોડા દિવસ પહેલા ઇઝરાયેલ સ્થિત મહિલાએ વિડિઓના માધ્યમથી હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. બે દિવસ પહેલા હીરલબા જાડેજા વિરુદ્ધ આક્ષેપ લગાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડિયો અન્વયે પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા,હિતેશ ઓડેદરા તથા અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે.
હિરલબા જાડેજા અને પીડિત ઇઝરાયલથી વીડિયો વાઇરલ કરનાર લીલુબેન અને હિરલબેનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં હિરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતા હોવાનું સંભળાઈ રહ્યુ છે. અપહરણના સમય આ પિતા પુત્ર અને અન્ય વ્યક્તિ સાથે લીલુબેનની વાતચીતનો પણ ઓડિયો સોશીયલ મીડિયામાં વહેતો થયો છે. ત્યારે હિરલબાએ સગીર પુત્ર અને પતિનું અપહરણ કરી અને લીલુબેન સાથેનો વાતચીત અને રૂૂપિયા કેમ ચૂકવવા તેવી ઓડિયોમાં વાત સામે આવી છે.