કેશોદના સોંદરડા ગામે સગીરા ઉપર દુષ્કર્મ
12:19 PM May 30, 2025 IST
|
Bhumika
Advertisement
કેશોદના સોંદરડા ગામેં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોંદરડા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યુ હતુ અને સગીરાનુ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું.
Advertisement
ગત 27 ના રોજ સગીરાનું અપહરણ થયાની તેના પીતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા ગૌરવ ઉર્ફે કાનાની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે અને ઘટનામાં ગૌરવ ઉર્ફે કાનાની વિરુદ્ધ એટ્રોસિટી અને પોકસોનો ગુન્હો દાખલ થયેલ હોવાનું જાણવા મળ્યું છે અને બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
Next Article
Advertisement